ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે ૨૦૦મી માઈલસ્ટોન મેચ રમાશે, જેના કારણે બંને દેશોના ક્રિકેટ સંબંધોમાં નવું સીમાચિહ્ન ઉમેરાશે. ભારત પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં એક પણ મેચ ન હારવાનો રેકોર્ડ જાળવી રાખવા માટે લોકપ્રિય છે. જ્યારે પાકિસ્તાનને નવો રેકોર્ડ રચવાની આશા છે. રેન્કિંગ, ફોર્મ તેમજ અનુભવ અને તૈયારી એમ બધી રીતે ભારતીય ટીમ ચડિયાતી હોવાથી જીત મેળવવા માટેની પ્રબળ દાવેદાર મનાય છે.
વિશ્વભરના ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્તેજના જગાવનારા આ ટી-૨૦ મુકાબલાનો ફિવર બંને દેશોમાં તો જોવા મળી જ રહ્યો છે.બે વર્ષથી વધુ સમય બાદ ક્રિકેટના મેદાન પર આ બંને ટીમો ટકરાવાની છે.
બંને ટીમો માત્ર આઇસીસીની ટુર્નામેન્ટમાં જ આમને-સામને ટકરાતી જોવા મળતી હોય છે. જેના કારણે પણ આજની મેચ વધુ મહત્વની બની ગઈ છે. તો વાચકમિત્રો ફટાફટ કામ પતાવી 7.30 વાગ્યે ટી. વી ની સામે ગોઠવાઈ, આ હાઈ વોલ્ટેજ મેચનો લહાવો લેવાનું ભૂલતા નઈં.