ગુજરાત પોલીસ દળમાં 10,459 જગ્યાની ભરતી જાહેર

ગુજરાત પોલીસમાં એલઆરડી (લોકરક્ષક દળ)ની 10,459 જગ્યાની ભરતી જાહેર કરી છે. શનિવારે જાહેરાતની સાથે જ આ ભરતીના ફોર્મ ભરાવાના શરૂ થઇ ગયા છે, જેમાં 9મી નવેમ્બર સુધીમાં ઓનલાઇન અરજી કરી શકાશે. લોકરક્ષક દળમાં બિનહથિયારધારી કોન્સ્ટેબલની 5,212, હથિયારધારી કોન્સ્ટેબલની 797 અને એસઆરપી કોન્સ્ટેબલની 4,450 જગ્યા માટે ભરતી થશે. જેમાં મહિલાઓ માટે એસઆરપી સિવાયની બંને કેટેગરીમાં મળીને 1983 જગ્યા અનામત રખાઇ છે.

સરકારે તમામ ભરતીઓ માટેની મહત્તમ વય મર્યાદામાં એક વર્ષનો વધારો કરવાનો નિર્ણય લીધો હોવાથી આ ભરતી માટે મહત્તમ વય મર્યાદા 34 વર્ષ રાખી છે. ફિઝિકલ ટેસ્ટમાં પાસ થનારા ઉમેદવારો લેખિત પરીક્ષા આપી શકશે.

http://<blockquote class=”twitter-tweet”><p lang=”gu” dir=”ltr”>જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓ એ અલગથી અરજી કરવાની રહેશે. <br>શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે</p>&mdash; Hasmukh Patel (@Hasmukhpatelips) <a href=”https://twitter.com/Hasmukhpatelips/status/1451853655846490115?ref_src=twsrc%5Etfw”>October 23, 2021</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>

તેઓએ જણાવ્યું છે કે, જે ઉમેદવારોએ પો.સ.ઇની ભરતી માટે ફોર્મ ભરેલ હોય અને તેઓ લોકરક્ષક માટે પણ અરજી કરવા માંગતા હોય તો તેઓએ અલગથી અરજી કરવાની રહેશે. શારીરિક કસોટી બંનેની એકસાથે લેવામાં આવશે. ઉમેદવાર https://ojas.gujarat.gov.in/AdvtList.aspx?type=lCxUjNjnTp8= પર અરજી કરી શકશે.

પોલીસ દળમાં વર્ગ-3ની હથિયારી/બિન હથિયારી કોન્સ્ટેબલ-લોકરક્ષક દળ અને એસઆરપીએફ કોન્સ્ટેબલની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા લોકરક્ષક ભરતી બોર્ડે અરજીઓ મગાવી છે. લોકરક્ષક દળની 10459 જગ્યા માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારો 9 નવેમ્બર, 2021 સુધીમાં ઓનલાઇન અરજી કરી શકશે. ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ ફિક્સ પગારથી નિમણૂક અપાશે.

  • શૈક્ષણિક લાયકાત: ઉમેદવારે ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષા પાસ કરી હોવી જોઈએ. ઉપરાંત કમ્પ્યુટરની બેઝિક નોલેજનું સરકાર માન્ય સર્ટિફિકેટ અથવા ધો. 10 કે ધો. 12માં કમ્પ્યુટર વિષય હોવો જોઈએ.
  • વય મર્યાદા: જનરલ કેટેગરીના ઉમેદવારની ઉંમર 18થી 34 વર્ષ, એસસી, એસટી, એસઈબીસી, ઇડબ્લ્યુએસ ઉમેદવારો અને મહિલા ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *