VNSGU માં 1600 છાત્રો ઓનલાઇન એક્ઝામમાં ચોરી કરતાં ઝડપાયા

સુરતમાં(Surat)ની  વીર નર્મદ યુનિવર્સિટીના (Veer Narmad University)  છાત્રોને  ઓનલાઇન ચોરી(Theft) કરતાં પકડી પાડવામાં આવ્યા હતા. યુનિવર્સિટીની પરીક્ષાઓમાં 1600 વિદ્યાર્થીઓ ચોરી કરતા કેમેરામાં કેદ થયા હતા. વીર નર્મદ યુનિવર્સિટીની જુદી જુદી વિધાશાખાની ઓનલાઈન એકઝામમાં  1600 વિદ્યાર્થીઓ ચાલુ પરિક્ષા માં ચોરી કરતાં  હતા.

મોટા ભાગની રાજ્યની યુનિવર્સિટીઓ માં કોરોનાના કારણે તમામ પરીક્ષાઓ ઓનલાઇન જ  લેવાઈ હતી.  જેમાં વીર નર્મદ યુનિવર્સિટીના રેકોર્ડ મુજબ 3503 વિદ્યાર્થીઓનો શંકાસ્પદ દેખાવ જોવા મળ્યો હતો. તેમજ આ તમામના સ્ક્રીન શોટ્સ અને રેકોર્ડિંગની ચકાસણી પણ કરવામાં આવી હતી. જેમાં યુનિવર્સિટીના 60 પ્રોફેસર્સ સહિત સ્ટાફે સંપૂર્ણ રીતે ખરાઈ કરી હતી.

ચકાસણી બાદ આ તમામેં તમામ  1600 વિદ્યાર્થીઓ ને જે તે વિષયમાં ઝીરો માર્ક્સ આપવામાં આવ્યા છે. તેમજ ભવિષ્યમાં આ પ્રકારની ભૂલ ના કરે  તે માટે વિદ્યાર્થી દીઠ 500 રૂપિયા સુધીનો દંડ વસુલવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *