ગુજરાતમાં(Gujarat) રાજ્યના મહેસૂલ વિભાગનો(Revenue Department)જમીનના ખાતેદારો માટે એક ખુબ જ મહત્વનો નિર્ણય લીધો છે જેનાથી તેઓની પરેશાની અને સમય ઓછો થશે. ઓનલાઈન બિનખેતીની( NA)અરજીઓનો ઝડપથી નિકાલ લાવવા માટે બિનખેતીની અરજીઓની પૂર્વ ચકાસણી હવેથી ૧૫ ડેપ્યુટી મામલતદારોના પ્રિસ્ક્રુટિની યુનિટ કક્ષાએ થશે. હવે ડેપ્યુટી મામલતદારે જિલ્લા સ્તરેથી ફોરવર્ડ થતી અરજીઓમાં એક જ દિવસમાં તેનો સ્વીકાર, અસ્વીકાર કે અરજદારને પરત મોકલી અભિપ્રાય આપવાનો રહેશે. ત્યારબાદ સ્વીકાર થયેલી અરજીની ચકાસણી ત્રણ જ દિવસમાં પૂર્ણ થઈ જશે.
મહેસૂલ વિભાગે આ માટે જોબકાર્ડ જાહેર કર્યો છે. ORAમાં ઓનલાઈન- NAની પ્રક્રિયામાં અરજીનો નિકાલ ગુણવત્તાને આધારે ૭ દિવસ, ૪૫ દિવસ અને ૯૦ દિવસે થતો હતો.પરંતુ હવે મહેસૂલ વિભાગે નિશ્ચિત સમય મર્યાદામાં હવે પ્રિસ્ક્રુટિની યુનિટ મારફતે ડેપ્યુટી મામલતદારો અને ડે. કલેક્ટરોની જવાબદારી નિશ્ચિત કરી દેવાઈ છે. આ આખી પ્રક્રિયામાં જો ડે.મામલતદાર એક જ દિવસમાં અરજીના સ્વીકાર, અસ્વીકાર કે પૂર્ણતા માટે અરજદારને પરત કરવા સંબંધ પ્રાથમિક અભિપ્રાય નહિ આપે તો ગેરવહિવટની જવાબદારી નક્કી થશે.
નવા મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ સમસ્યાના ઉકેલ માટે જે તે અધિકારીની જવાબદારી નિશ્ચિત કરી છે અને સમય મર્યાદામાં જ અરજીનો નિકાલ થાય તે મુજબની સૂચનાઓ પણ આપી દીધી છે.
પ્રમોલગેશન પછી રીસર્વે સુધારા માટે પૈકી સર્વે ધરાવતા ખેતી ના જમીન માલિકો ના સુધારા માટે જે હાલ ના કાયદા અમલ માં છે તેમાં સુધારો તાત્કાલિક કરાવી અરજદારો ની અડચણ અંગે વહેલા સમયે નિર્ણય કરી જમીન સુધારણા ખાતા ને માર્ગદર્શન આપવા નમ્ર વિનંતિ.
મહેસુલ મંત્રી શ્રી.