હા, તમે ઈન્ટરનેટ વગર પણ તમે UPI પેમેન્ટ કરી શકો છો! પેમેન્ટ ટ્રાન્સફરમાં ઈન્ટરનેટ બાધા ન બને તેવી ટેક્નોલોજી પણ અવેલેબલ છે. આ પ્રોસેસ ફોલો કરી ઈન્ટરનેટ વગર ફીચર ફોનથી પણ UPI પેમેન્ટ કરી શકાય છે:
- ઈન્ટરનેટ વગર UPI પેમેન્ટ કરવા માટે સૌ પ્રથમ તમારા ફોનના ડાયલરમાં જઈ *99# ટાઈપ કરી ડાયલ કરો.
- હવે તમારી સ્ક્રીન પર પોપઅપ મેન્યુ જોવા મળશે. તેમાં Send Money, Receive Money, Check Balance, My Profile, Pending Requests, Transactions અને UPI PIN જેવા ઓપ્શન જોવા મળશે. તમારી જરૂરિયાત પ્રમાણે ઓપ્શન પસંદ કરો અને એ પ્રમાણે નંબર એન્ટર કરી સેન્ડ કરો.
- જો તમે UPI દ્વારા કોઈને પૈસા આપવા માગો છો તો Send Money ઓપ્શન સિલેક્ટ કરો. આ ઓપ્શન સિલેક્ટ કરતાં જ નવું પોપ અપ મેન્યુ ઓપન થશે. તેમાં મોબાઈલ નંબર, UPI ID અને IFSC અકાઉન્ટ નંબરમાંથી કયાં માધ્યમથી પેમેન્ટ કરવા માગો છો તે સિલેક્ટ કરો.
- જો મોબાઈલ નંબરથી પેમેન્ટ કરવા માગતા હો તો તે ઓપ્શન સિલેક્ટ કરો અને મોબાઈલ નંબર એન્ટર કરો.
- આ ઓપ્શન સિલેક્ટ કરી તમે જેટલા પૈસા મોકલવા માગતા હો તે ટાઈપ કરી સેન્ડ કરો. ટ્રાન્જેક્શન માટે UPI ID સબમિટ કરો. આ સ્ટેપ્સ ફોલો કરી તમે સરળતાથી ઈન્ટરનેટ વગર પણ ટ્રાન્જેક્શન કરી શકો છો.