ભુપેન્દ્ર પટેલ: નરેશ-મહેશ કનોડિયાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડ એનાયત થશે

પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ, ફિલમ જગતના સુપરસ્ટાર નરેશ કનોડિયા (Naresh Kanodiya) અને તેમના ભાઈ મહેશ કનોડિયા (Mahesh Kanodiya) ને અનોખી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તેમાં “મહેશ-નરેશ સ્મૃતિના સથવારે” સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,સામાજિક ન્યાય મંત્રી પ્રદીપ પરમાર,શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એ હાજરી આપી હતી. આ સાથે જ રાજ્યની અનેક  હસ્તીઓ પણ ઉપસ્થિત હતી, તો ગુજરાતી કલાકારો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. જીગ્નેશ કવિરાજ,પાર્થિવ ગોહિલ સહિત રાજ્ય ભરના કલાકારો હાજર રહ્યાં. આ કાર્યક્રમમાં નરેશ કનોડિયાનો પરિવાર પણ જોડાયો હતો.

કાર્યક્રમમાં ભુપેન્દ્ર પટેલે મહત્વની જાહેરાત કરી કે, વડાપ્રધાન મોદીએ સંદેશો આપ્યો છે કે નરેશ-મહેશ કનોડિયાને આગામી 9 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(Ramnath Kovind)ના હસ્તે મરણોપરાંત પદ્મશ્રી ( PadmaShri) એવોર્ડ આપવામાં આવશે. આ રીતે ભારત સરકાર શ્રેષ્ટ નાગરિક સન્માન દ્વારા આ બંને ભાઈઓનું મરણોપરાંત સન્માન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *