એક શકમંદ અને તેના સાથીએ તાજેતરમાં બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય સામે હિંસા ભડકાવવા અને સોશિયલ મીડિયા પર કોમી નફરત ફેલાવવા બદલ દોષી ઠેરવ્યા છે. અધિકારીએ જણાવ્યા મુજબ, શૈકત મંડલે મેજિસ્ટ્રેટ સમક્ષ કબૂલ્યું છે કે તેના ફેસબુક પોસ્ટના કારણે 17 ઓક્ટોબરે દુર્ગા પૂજા દરમિયાન પીરગંજ ઉપ-જિલ્લાના રંગપુરમાં હિંસા થઈ હતી. મંડલનો સાથી રબીઉલ ઈસ્લામ (વર્ષ 36) મૌલવી છે અને તેના પર આગચંપી અને લૂંટનો આરોપ લાગ્યો છે.
સંવાદદાતાઓ જણાવ્યું કે શૈકત મંડલ અને તેમના સહયોગી રબીઉલ ઈસ્લામે (ઉત્તર-પશ્ચિમ) રંગપુરમાં વરિષ્ઠ ન્યાયિક મેજિસ્ટ્રેટ દેલવાર હુસૈન સમક્ષ તેમની ભૂમિકા સ્વીકારી લીઘી છે. પોલીસે શુક્રવારે ગાઝીપુરથી ધરપકડ કરી હતી અને ડિજિટલ સિક્યુરિટી એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો.
મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કાનૂની કાર્યવાહી હેઠળ અત્યાર સુધીમાં ઓછામાં ઓછા સાત લોકોએ ગુનાની કબૂલાત કરી છે. હિંસા સંબંધિત મામલામાં 24,000 શકમંદો પર આરોપ મૂકવામાં આવ્યો છે અને 683 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મામલે 70થી વધુ કેસ નોંધાયા છે.