કચ્છ સીમાએ તહેનાત બીએસએફનો જવાન જાસુસી કરીને મોબાઈલ ફોનથી પાકિસ્તાનમાં માહિતી મોકલતા ઝડપાયો છે. સીમા સુરક્ષા દળની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલનાર જમ્મુ-કાશ્મીરના જવાન સજ્જાદ મોહંમદ ઈમ્તિયાઝને એટીએસની ટીમે ગાંધીધામ સિૃથત બટાલીયન 74/એમાંથી ઝડપી પાડયો છે.
2012માં સીમા સુરક્ષા દળમાં ભરતી થયેલો સજ્જાદ ડમી નામનું સીમકાર્ડ પણ વાપરતો હતો અને તે નંબર પર એક્ટિવ કરેલું વોટ્સ-એપ પાકિસ્તાનમાં વપરાતું હતું.મૂળ જમ્મુ કાશ્મીરના રાજોરી જિલ્લાના મંજાકોટ તાલુકાના સરૂલા ગામના વતની સજ્જાદ મોહંમદ ઈમ્તિાયઝ જે હાલમાં સીમા સુરક્ષા દળની 74 બટાલીયનમાં આવેલી ગાંધીધામ સિૃથત એ કંપનીમાં ફરજ બજાવે છે. સજ્જાદ સીમા સુરક્ષા દળની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી પોતાના મોબાઈલ મારફતે પાકિસ્તાન મોકલતો હતો અને તેના બદલામાં તેને રૂપિયા મળતા હોવાની ચોંકાવનારી હકીકતો ખુલવા પામી છે.
આ શખ્સે ફોન ઉપર ઓટીપી મેળવી પાકિસ્તાનમાં આ ઓટીપી મોકલીને વોટ્સએપ ચાલુ કરાવ્યું હતું તેના ઉપર ગુપ્ત માહિતી પહોંચાડતો હતો. આ નંબર પર હાલમાં પણ વોટ્સએપ ચાલુ છે તે પાકિસ્તાનમાં કોઈ શખ્સ ઉપયોગ કરે છે અને સજાદના સંપર્કમાં છે. સજાદ 1 ડિસેમ્બર ર011ના અટારી રેલવે સ્ટેશનથી સમજોતા એક્સપ્રેસ મારફતે પાકિસ્તાન ગયો હતો જ્યાં તે 46 દિવસ રોકાયો હોવાનું તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે જે દિશામાં એટીએસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સીમા સુરક્ષા દળનો જવાન દેશ વિરોધી પ્રવૃતિ કરે છે તેવી ચોક્કસ માહિતી સુરક્ષા દળના અિધકારીઓને થતાં તેમણે આ બાબતે એટીએસને જાણ કરી હતી, આ અંગેની ગુપ્ત તપાસ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી, એટલું જ નહીં એટીએસની ટીમે જમ્મુ-કાશ્મીરથી માંડીને કચ્છ સુધી જુદી જુદી ટીમો બનાવી છે.