એન્ટી કરપ્શન બ્યુરોનો દિવાળીનો સ્પેશિયલ એક્શન પ્લાન

દિવાળીના પર્વ પહેલા ACBએ સરકારી બાબુઓને સાવધાન કર્યા છે. ત્યારે ACBએ  કેવું ફરમાન લાડ્યું છે અને કેમ સરકારી બાબુઓને સાવધ કર્યા છે એના વિશે જાણીએ..

દિવાળી આવે એટલે સરકારી બાબુઓની ઓફિસોમાં ભેટ સોગાદોના ઢગલા થાય છે. જોકે કાયદાની ભાષામાં સોગાદો સ્વીકારવાને લાંચ માનવામાં આવે છે.દિવાળીમાં આવા લાંચ રુસ્વત્યીયા કર્મચારીઓ પર લગામ કસવા ACBએ એક્શન પ્લાન ઘડ્યો છે. એક્શન પ્લાનના ભાગરૂપે ACBએ વિવિધ ટીમોની રચના કરી છે. આ ટીમો સરકારી કચેરીઓ પર વૉચ રાખશે. અને ભેટ સ્વીકારનાર લાંચિયા બાબુઓને રંગેહાથ ઝડપી લેશે.

કામના નિકાલ માટે અધિકારીઓને કેવી કેવી ભેટ આપવામાં આવતી હોય છે એ જાણીને આશ્ચર્ય થશે! લાંચિયા અધિકારીઓને દિવાળીમાં ભેટ સ્વરૂપે રોકડ, સોનાના બિસ્કીટ, ચાંદીની લગડી, હવાઇ પ્રવાસ, વિદેશની ટ્રીપ કરાવવામાં આવતી હોય છે. ત્યારે આવા કામોનો પર્દાફાશ કરવા ACBએ પોતાના માણસોને કામે લગાવી દીધા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *