કેપ્ટન અમરિંદર સિંહે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસનું 5 વર્ષ જૂનું ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ સાથે જ તેમણે જણાવ્યું કે, તેમના કાર્યાલયમાં કેટલું કામ થયું છે. તેમણે કહ્યું કે, પંજાબમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. તેમણે મેનિફેસ્ટોનું 92 ટકા કામ પૂર્ણ કર્યું છે અને અમુક કામ એવા હતા જે પૂરા નહોતા થઈ શકતા.
જોકે તેમણે કહ્યું કે, અત્યારે પાર્ટીનું નામ નહીં કહી શકાય કારણ કે, હાલ મને પણ નથી ખબર. વકીલો ચૂંટણી પંચ સાથે વાત કરી રહ્યા છે અને જ્યારે આયોગ સિમ્બોલ અને પાર્ટીનું નામ કન્ફર્મ કરી આપશે ત્યાર બાદ તમારા સાથે શેર કરવામાં આવશે.