રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ એ સુરતના એક કાર્યક્રમમાં કહ્યું કે, 15 ઓગસ્ટ 2026 સુધીમાં પહેલી બુલેટ ટ્રેન સુરતથી બિલિમોરામાં શરૂ થશે. રેલવે મંત્રીએ વધમા જણાવ્યું કે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. ઉપરાંત, પ્રોજેક્ટ માટે દર મહિને 50 પીલર બનાવવાની કામગીરી હાથ ધરાશે.
બીજી તરફ રેલવે પ્રધાને 5G પર વાત કરી હતી. જેમાં અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશમાં 5G નેટવર્ક માટેની પણ તૈયારીઓ થઈ રહી છે. થોડા દિવસો પહેલા જ અશ્વિની વૈષ્ણવ (Ashwini Vaishnav)એશનિવેદન આપ્યું હતું કે, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ તેજીથી ચાલી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ બાંધકામની પૂરજોશમાં કામગીરી શરૂ થઈ ગઈ છે.