PTIના રિપોર્ટ અનુસાર, LPGના વેચાણ પર નુકસાન વધીને 100 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયું છે, જેના કારણે આવતા અઠવાડિયે LPG સિલિન્ડરની કિંમતો ફરી વધી શકે છે.
સૂત્રોનું કહેવું છે કે કિંમતોમાં જેમાં પણ વધારો થશે તે સરકારની મંજૂરી પર નિર્ભરિત છે. જો મંજૂરી આપવામાં આવશે તો તમામ કેટેગરીમાં આ પાંચમો વધારો હશે. આમાં ઘરગથ્થુ ઉપયોગ માટે સબસીડીવાળો ગેસ સિલિન્ડર, સબસીડી વગરનો સિલિન્ડર અને ઔદ્યોગિક સિલિન્ડરનો સમાવેશ થાય છે.
જુલાઈ પછી કિંમતોમાં કુલ વધારો 14.2 કિલોના સિલિન્ડર દીઠ રૂ. 90 પર પહોંચી ગયો છે. સૂત્રએ જણાવ્યું કે LPG હજી પણ નિયંત્રિત કોમોડિટી છે. તેથી, ટેકનિકલ આધારો પર, સરકાર રિટેલરની કિંમતોને નિયંત્રિત કરી શકે છે. પરંતુ જ્યારે સરકાર આવું કરશે ત્યારે ઓઇલ કંપનીઓએ LPGના વેચાણ પર અંડર-રિકવરી અથવા નુકસાનની ભરપાઈ કરવી પડશે, જે LPG સિલિન્ડરને ઓછા ભાવે વેચવાથી થાય છે.