સાયબર ક્રાઇમ: યુ.એન મહેતા હોસ્પિટલને નામ ખોટી પોસ્ટ કરી લોકોને ગેરમાર્ગે દોર્યા

અમદાવાદ સીટીની  યુ એન મહેતા હોસ્પિટલના નામની એક પોસ્ટ સામે આવતા નેટવર્ક એન્જીનિયરે આ મામલે ફરિયાદ નોંધાવી છે. આ પોસ્ટમાં એવું લખાણ લખવામાં આવ્યું છે જેનાથી લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. ફરિયાદ મુજબ આ પોસ્ટ માં કઈક આ મુજબનું લખાણ હતું: Hospital is going to shut down very soon. We will stop to treat any cardiac patient. We will resume work after april 2022. We regret for inconvenience.  આ મામલે હવે સાયબર ક્રાઇમે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

2014થી સિવિલ હોસ્પિટલની યુ એન મહેતામાં નેટવર્ક એન્જીનીયર તરીકે દેવાંગ પટેલ ફરજ બજાવે છે. તેઓ આઇટીને લગતા તમામ હાર્ડવેર અને સોફ્ટવેરનું કામ કરે છે. હોસ્પિટલનું એક ફેસબુક પેજ પણ બનાવવામાં આવ્યું છે. જે વર્ષ 2016માં બનાવવામાં આવ્યું હતું અને હોસ્પિટલમાં થતી કોઈપણ ઇવેન્ટ કે કાર્યક્રમની પોસ્ટ  તેમાં મુકવામાં આવે છે. ગત 18મીના રોજ અપડેટ જોવા માટે તેઓએ ફેસબુક શરૂ કર્યું હતું. જેમાં હોસ્પિટલનું નામ લખતા તે જ નામથી બીજું પેજ ઓપન થયું હતું. જેમાં હોસ્પિટલનો ફોટો અને પરમેનેન્ટલી ક્લોઝડ તેવું લખ્યું હતું. જેમાં એક ફોન નંબર અને ઇમેઇલ આઈડી પણ હતું.

આ સમગ્ર બાબતને લઈને દેવાંગ ભાઈએ એડમીન હેડને જાણ કરી હતી. જેથી તેઓએ આ અંગે ફરિયાદ કરવાનું કહેતા દેવાંગભાઈએ સાયબર ક્રાઇમનો સંપર્ક સાધ્યો હતો. સાયબર ક્રાઇમે આ અંગે ફરિયાદ લેતા હવે ટેક્નિકલ સર્વેલન્સ દ્વારા સમગ્ર બાબતે તપાસ શરૂ કરી ફેક આઇડી બનાવી આવી પોસ્ટ મુકનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *