25 દિવસ બાદ આખરે બોમ્બે હાઇ કોર્ટેએ કર્યા આર્યનના જામીન મંજુર

છેલ્લા બે દિવસથી બોમ્બે હાઇ કોર્ટમાં દલીલો ચાલ્યા બાદ આખરે આજે સુનાવણી પૂર્ણ થતાં કોર્ટે જામીન મંજૂર કર્યા હતા. ચુકાદાની વિગત આવતી કાલે જાણવા મળશે અને આર્યન તથા અન્ય બે આરોપીએ હજી એક રાત જેલમાં વિતાવવી પડશે તેઓના જામીનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતી કાલે અથવા શનિવારે  જેલમાંથી છૂટી શકશે.

હાઇકોર્ટમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (એનસીબી)ના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે જણાવ્યું હતું કે અરજદાર આર્યન ખાન નવોસવો ગ્રાહક નથી, પણ ગત બે વર્ષથી ડ્રગ્સનો નિયમિત ગ્રાહક છે. આર્યનના મિત્ર  પાસેથી તેની જાણ હેઠળ પ્રતિબંધક દ્રવ્ય મળી આવ્યું છે. આ એવો કેસ છે જેમાં વ્યક્તિએ ડ્રગ્સનું સેવન કર્યું ન હોય પણ જો તેની પાસેથી તે જપ્ત થાય તો તેને એનડીપીએસ એક્ટ હેઠળ બુક કરી શકાય છે. આરોપી આર્યન પાસેથી આ વસ્તુ મળી આવી છે, એમ સિંહે દલીલ કરી હતી.

આર્યન વતી અગાઉ દલીલ કરવામાં આવી હતી કે એનસીબી કાવતરાની કલમનો દુરૂપોયગ કરીને તમામ જપ્તિ સાથે બધા આરોપીઓને સાંકળી રહી છે. આર્યનની ધરપકડ થઈ ત્યારે કાવતરાની કલમ લાગુ કરાઈ નહોતી. વળી આર્યન પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું નથી અને તેના વોટ્સએપ ચેટનો આ કેસ સાથે કોઈ સંબંધ નથી. ધરપકડ પૂર્વે નોટિસ આપવી જોઈતી હતી જે આ કેસમાં થયું નથી. આથી આ ધરપકડ ગેરકાયદે છે. એવીદલીલ પણ કરવામાં આવી હતી. સિંગલ જજ ન્યા. નીતિન ડબ્લ્યુ. સાંબરેએ બન્ને પક્ષની અરજીઓ માન્ય કરવામાં આવે છે વિગતવાર આદેશ આવતીકાલ સાંજ સુધીમાં આપવામાં આવશે, એમ જણાવીને જામીન મંજૂર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *