મુંબઈ ઝોનના ડાયરેક્ટર સમીર વાનખેડે મહારાષ્ટ્ર સરકારના નિશાન પર છે. તેવામાં તેમના પત્ની ક્રાંતિ રેડકરે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખ્યો છે. તેમણે લખ્યું હતું કે, રાજ્યમાં એક મહિલાની ગરિમા સાથે રમત થઈ રહી છે, મજાક થઈ રહી છે. આજે બાલાસાહેબ હોત તો નિશ્ચિત જ આ તેમને મંજૂર ન હોત.
પત્રમાં લખ્યું હતું કે, માનનીય ઉદ્ધવજી બાળપણથી મરાઠી માણસના ન્યાય હક માટે લડનારી શિવસેનાને જોઈને હું એક મરાઠી યુવતી મોટી થઈ છું. બાલા સાહેબ ઠાકરે અને છત્રપતિ શિવાજી પાસેથી શીખી કે કોઈના પર અન્યાય ન કરો અને પોતાના પર અન્યાય સહન ન કરો. તેને અનુસંધાને આજે હું એકલી જ મારા અંગત જીવન પર હુમલો કરનારા લોકો સામે મજબૂતીથી ઉભી છું અને લડી રહી છું.
ક્રાતિએ આગળ લખ્યું કે સોશિયલ મીડિયા (Social Media) પર લોકો માત્ર એન્જોય કરી રહ્યા છે. હું એક કલાકાર છું, મને રાજકારણ સમજાતું નથી, મારે તેમાં પડવું પણ નથી. પણ શિવસેનાના રાજ્યમાં મહિલાની ગરિમા સાથે રમત રમાઈ રહી છે. જો આજે બાળાસાહેબ ઠાકરે હોત તો તેમણે આ વાત સ્વીકારી ન હોત…