નડિયાદની (Nadiad)કંપની તથા તેના માલિક અને ડિરેરક્ટર્સ વિરુદ્ધ એફઆઇઆર કરવામાં આવી છે. સીબીઆઇએ જલારામ રાઈસ ઇન્ડસ્ટ્રીઝના(Jalaram Rice Industries) માલિક, ડાયરેકટર જયેશ ગણાત્રા અને બિપિન ગણાત્રા વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. 114.06 કરોડની બેંક સાથે છેતરપિંડી(Bank Fraud)મામલે સીબીઆઇએ(CBI) આ કેસ દાખલ કર્યો છે.
2010થી 2015 દરમિયાન આ કંપની એ બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક પાસેથી લોન અને ક્રેડિટ એમાઉન્ટ મેળવવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં લોન લેવા તથા ક્રેડિટ લાભ લેવા કંપની એ જારી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
અમદાવાદ, નડિયાદ, બાવળા, સહિત છ સ્થળોએ એફઆઇઆર નોંધાતા સાથે જ સીબીઆઇએ અને તેની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.