છેલ્લા 11 મહિનાથી દિલ્હીના ગાઝીપુર, ટિકરી અને સિંઘુ બોર્ડર પર ખેડૂતો દ્વારા આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. એવામાં અચાનક જ પોલીસે ટિકરી અને ગાઝીપુર બોર્ડરેથી પોતે જે બેરિકેડ્સ રોડ પર લગાવ્યા હતા તેને હટાવી લેવામાં આવ્યા છે.
ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ખેડૂતો પોતાનો પાક ક્યાંય પણ વેચી શકશે. રસ્તાઓ ખુલશે તો અમે પણ પોતાનો પાક વેચવા સીધા દિલ્હીમાં સ્થિત સંસદ પહોંચી જઇશું. બેરિકેડ્સ હટતા જ ગાઝિયાબાદ-દિલ્હી રોડ ખુલ્લો થઇ જશે જેનાથી આસપાસના વેપારીઓ અને કંપની તેમજ ફેક્ટરી માલિકોને ફાયદો થઇ શકે છે.
ભારતીય કિસાન યુનિયના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે આ બેરિકેડ્સ અમે નહીં પોલીસે જ લગાવ્યા હતા અને તેથી આ અવરોધ જનતા માટે અમે નહીં પણ પોલીસે જ ઉભો કર્યો હતો. જેને હવે દુર કરવામાં આવી રહ્યો છે.