13 રાજ્યોમાં વિધાનસભાની પેટચૂંટણી માટે આજે થશે મતદાન

13 રાજ્યોમાં વિધાનસભાની 29 અને લોકસભાની 3 બેઠકો પર આજ રોજ શનિવારે પેટા ચૂંટણી માટેનું મતદાન શરૂ થઈ ગયું છે. લોકસભાની જે બેઠકો પર પેટા ચૂંટણી થઈ રહી છે તેમાં દાદરા અને નગર હવેલી, હિમાચલની મંડી અને મધ્ય પ્રદેશની ખંડવાનો સમાવેશ થાય છે. આસામની 5, બંગાળની 4, મધ્ય પ્રદેશ, હિમાચલ અને મેઘાલયની 3-3, બિહાર, રાજસ્થાન અને કર્ણાટકની 2-2 અને આંધ્ર પ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણાની 1-1 વિધાનસભા બેઠકો માટે મતદાન ચાલુ છે. મોટા ભાગની બેઠકો પર મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે છે. ચૂંટણી પંચે કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને પેટા ચૂંટણીમાં અનેક પ્રતિબંધો લગાવ્યા છે.

મધ્ય પ્રદેશમાં ખંડવા સંસદીય ક્ષેત્ર સહિત પૃથ્વીપુર, જોબટ અને રૈગાંવ વિધાનસભા ક્ષેત્રોની પેટા ચૂંટણી માટે શનિવારે સવારે 7:00 વાગ્યાથી જ મતદાન ચાલુ છે. ચારેય બેઠકો પર કુલ 26 લાખ 50 હજાર મતદારો 48 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય લેશે. આ માટે 865 મતદાન કેન્દ્રોને સંવેદનશીલ કેન્દ્રોની યાદીમાં રાખવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *