સ્વદેશી રીતે વિકસિત લોંગ રેન્જ બોમ્બનું સફળતાપૂર્વક પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) અને ભારતીય હવાઈદળે શુક્રવારે એક હવાઈ પ્લેટફોર્મ દ્વારા કર્યું હતું.
સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે આ શસ્ત્ર ભારતીય સશસ્ત્ર દળને વધારે મજબૂત બનાવશે. સંરક્ષણ મંત્રાલયે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બોમ્બના ઉડ્ડયન અને પર્ફોર્મન્સનુ દેખરેખ ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમ (ઇઓએએટીેસ, ટેલિમેટ્રી અને રાડાર સહિત કેટલીય રેન્જ સેન્સર દ્વારા જોવાઈ. તેને ઓડિશાના ચાંદીપુર પરીક્ષણ સ્થળે ગોઠવાઈ હતી.
ડીઆરડીઓના સચિવ અને વડા ડો. સતીષ રેડ્ડીએ પોતાની ટીમોને આપેલા સંદેશમાં જણાવ્યું હતું કે એલઆર વર્ગના બોમ્બનું સફળ પરીક્ષણ આ વર્ગની હથિયાર પ્રણાલિ અને સ્વદેશીના વિકાસમાં નવું સીમાચિન્હ સાબિત થશે.