ન્યૂઝિલેન્ડ સામે ભારતીય ટીમની થય કારમી હાર..

ભારતીય ટીમની ન્યૂઝિલેન્ડ સામેની ટી-૨૦ વર્લ્ડ કપની મેચમાં ૩૩ બોલ બાકી હતા, ત્યારે આઠ વિકેટથી હાર્યું હતુ. ભારતીય બેટસમેનોનો ધબડકો થયો હતો અને ટીમ ઈન્ડિયા નિર્ધારિત ૨૦ ઓવરમાં સાત વિકેટે માત્ર ૧૧૦ રન જ કરી શકી હતી. જવાબમા ન્યૂઝિલેન્ડે ૧૪.૩ ઓવરમાં જ બે વિકેટે ૧૧૧ રન કરતાં મેચ જીતી લીધી હતી. આ સાથે ભારત સુપર-૧૨માં સળંગ બીજી મેચમાં હાર્યું હતુ. અગાઉ પાકિસ્તાન સામે ભારતનો ૧૦ વિકેટથી પરાજય થયો હતો.

 

ટોસ ગુમાવ્યા બાદ ભારતની શરૃઆત સારી રહી નહતી. કિશન ૪, રાહુલ ૧૮, રોહિત ૧૪, કોહલી ૯ રને આઉટ થતાં ભારતનો સ્કોર ૪૮/૪ થઈ ગયો હતો. પંતે ૧૨, હાર્દિક પંડયાએ ૨૩ અને જાડેજાએ અણનમ ૨૬ રન ફટકારતાં પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો. બોલ્ટે ત્રણ અને સોઢીએ ૧૭ રનમાં બે વિકેટ ઝડપી હતી. સોઢી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

 

જવાબમાં ન્યૂઝિલેન્ડે ૧૪.૩ ઓવરમાં જ બે વિકેટે ૧૧૧ રન કરતાં જીત હાંસલ કરી હતી. મિશેલ ૪૯ રને બુમરાહનો શિકાર બન્યો હતો. તે અગાઉ ગપ્ટિલ ૨૦ રને બુમરાહની બોલિંગમાં જ આઉટ થયો હતો. વિલિયમસન ૩૩ રને નોટઆઉટ રહ્યો હતો. તેની સાથે કોન્વે બે રને ક્રિઝ પર હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *