વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સંયુક્ત રાષ્ટ્ર (UN)ની બેઠક માટે બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસનની (British Prime Minister Boris Johnson) સાથે COP26 જળવાયુ શિખર સંમેલન (COP26 Climate Summit) અને દ્વિપક્ષીય વાર્તા માટે રવિવારે ગ્લાસગો પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) બોરિસ જોનસન (Boris Johnson) સાથે દ્વિપક્ષીય બેઠક સોમવારે ઉદ્ઘાટન સમારોહના તરત પછી થવાની સંભાવના છે, જેમાં સાંસ્કૃતિક પ્રદર્શન અને UKના વડાપ્રધાનનું ભાષણ પણ સામેલ હશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) ટ્વિટ કરી જણાવ્યું છે કે, COP26 શિખર સંમેલનમાં સામેલ થઈ રહ્યો છું, જ્યાં જળવાયુ પરિવર્તનને (Climate change) ઓછું કરવા અને તેના સંબંધમાં ભારતના પ્રયાસોને સ્પષ્ટ કરવા માટે અન્ય વિશ્વ નેતાઓની સાથે કામ કરવા માટે ઉત્સુક છું. ગ્લાસકોમાં પોતાના હોટેલ પહોંચવા પર વડાપ્રધાનનું સ્કોટિશ બૈલપાઈપની ધૂન પર સ્વાગત (Welcome to Prime Minister Narendra Modi to the tune of Scottish Bullpipe) કરવામાં આવ્યું હતું. સાથે જ ભારતીય પ્રવાસી પ્રતિનિધિઓનો એક મોટા સમૂહે પણ તેમનું સ્વાગત કર્યું હતું. તે દરમિયાન તેમણે ભારત માતાની જયના નારા પણ લગાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ગ્લાસગોમાં સ્કોટિશ ઈવેન્ટ કેમ્પસ (SEC)માં સંયુક્ત રાષ્ટ્ર ફ્રેમવર્ક કન્વેન્શન ઓફ ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)માં પાર્ટીઓના 26મા સંમેલન (COP26)માં વર્લ્ડ લીડર્સ સમિટ (WLC)ના ઉદ્ઘાટન સમારોહ માટે આગળ વધશે, જ્યાં તેઓ શિખર સંમેલનના પૂર્ણ સત્રને સંબોધિત કરવા માટે તૈયાર છે. આ પ્રસંગે જોનસને કહ્યું હતું કે, શિખર સંમેલન વિશ્વની સચ્ચાઈની ક્ષણ હશે અને વિશ્વના નેતાઓમાં તેનો મહત્તમ લાભ ઉઠાવવાનો આગ્રહ કર્યો છે.