ગ્રેડ પે મુદ્દે રચાયેલી કમિટીની આવતીકાલે બેઠક મળશે

રાજ્યમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે સહિતના પ્રશ્નોના નિરાકરણ માટે નિમાયેલી કમિટી દ્વારા પ્રશ્નોના ઉકેલ માટે કામગીરી શરૂ કરી દેવામા આવી છે. 3 તારીખે ગાંધીનગરમાં બેઠક બોલાવવામા આવી છે જેમાં રાજ્યના છ જિલ્લાઓના પોલીસકર્મીઓના પ્રશ્નો પણ મંગાવવામા આવ્યા છે. રાજ્યમાં પોલીસ કર્મચારીઓના ગ્રેડ પે મામલે આંદોલન થયા બાદ રાજ્ય સરકાર દ્વારા પાંચ સભ્યોની એક કમિટીની રચના કરવામા આવી છે. ત્યારે કમિટી દ્વારા ગાંધીનગરમાં 3 તારીખે એક બેઠક બોલાવવામા આવી છે. જેમાં 6 જિલ્લાના પોલીસકર્મીઓની રજૂઆતો સાંભળવામાં આવશે.

આ બેઠકમાં ગાંધીનગર,મહેસાણા,બનાસકાંઠા,અરવલ્લી,પાટણ,સાબરકાંઠા અને એસઆરપીના કુલ 4 જૂથના કર્મચારીઓ પોતાના પ્રશ્નોની રજૂઆત કરી શકશે.

પોલીસ કર્મચારીઓના સોશિયલ મીડિયા મારફતે ચાલી રહેલા ગ્રેડ પે આંદોલનનો મામલે પોલીસની અભિવ્યક્તિ પર ઉપરી અધિકારીઓની તરાપના આરોપ લાગી રહ્યા છે. આચારસંહિતાની અમલવારી કરવા અધિક પોલીસ મહાનિર્દેશક નરસિમ્હા કમારે પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં સોશિયલ મીડિયા પર આચારસંહિતા ભંગ થતી ટીપ્પણી ના કરવા સૂચના આપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *