પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ મેદાનમાં વાપસીની જાહેરાત કરી

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે ક્રિકેટ મેદાનમાં વાપસીની જાહેરાત કરી સૌ કોઇને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું છે કે, તે લોકોની માંગ પર પીચ પર પરત ફરી રહ્યા છે. આ સાથે યુવરાજે એ પણ જણાવ્યું છે કે તે ક્યારે રમવાનો છે. જોકે, તેણે ટૂર્નામેન્ટનું નામ જાહેર કર્યું નથી.

યુવરાજ સિંહે પોતે મંગળવારે જાહેરાત કરી હતી કે તે 2022માં પીચ પર પરત ફરશે. યુવરાજ ભારતનાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેણે 2011નાં વર્લ્ડ કપમાં મેન ઓફ ધ ટૂર્નામેન્ટનો ખિતાબ પણ જીત્યો હતો. તેના શાનદાર પ્રદર્શનનાં કારણે ભારતે ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્લ્ડકપ દરમિયાન તેને કેન્સર હોવાનું સામે આવ્યુ હતું, પરંતુ તેણે ટીમ ઈન્ડિયા માટે રમવાનું ચાલુ રાખ્યું હતું. યુવરાજે 40 ટેસ્ટ, 304 ODI અને 58 T20 ઈન્ટરનેશનલમાં 17 સદી અને 71 અડધી સદી સાથે 11,000 થી વધુ રન બનાવ્યા છે. આ સિવાય તેણે 2007 T20 વર્લ્ડકપમાં સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં સતત છ સિક્સર ફટકારવાનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *