મોદી સરકારે લોકોને દિવાળી ભેટ આપી છે. જેમાં એક્સાઈઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરાતા હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો થયો છે. સરકારે આજે 04 નવેમ્બરથી એક્સાઇઝ ડયુટીમાં ઘટાડાની જાહેરાત કરી છે. સરકારે પેટ્રોલ પર પાંચ રૂપિયા અને ડીઝલ 10 રૂપિયા એકસાઇઝ ડયુટી ઘટાડવાની જાહેરાત કરી છે.
દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ ડીઝલની કિંમત
- દિલ્હીમાં પેટ્રોલ 103.97 રૂપિયા અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે
- મુંબઈમાં પેટ્રોલ રૂ. 109.98 અને ડીઝલ રૂ. 94.14 પ્રતિ લીટર
- ચેન્નાઈ પેટ્રોલ રૂ. 101.40 અને ડીઝલ રૂ. 89.79 પ્રતિ લીટર
- કોલકાતા પેટ્રોલ રૂ. 104.67 અને ડીઝલ રૂ. 101.56 પ્રતિ લીટર
ગુજરાતમાં ગાંધીનગરમાં એક લીટર પેટ્રોલ 95.35 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે જયારે પેટ્રોલની કિંમત 89.33 રૂપિયા પ્રતિ લીટર છે. દેશમાં સૌથી મોંઘુ ઇંધણ રાજસ્થાન શ્રીગંગાનગર માંછે જ્યાં પેટ્રોલ 116.34 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 100.53 રૂપિયા પ્રતિ લીટર વેચાઈ રહ્યું છે.