દિવાળીથી શરૂ થયું દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોન JioPhone Nextનું વેચાણ, ફક્ત 1,999 રૂપિયામાં લઈ આવો ઘરે

Jio અને Googleનો સૌથી સસ્તો સ્માર્ટફોન જીયોફોન નેક્સ્ટ આજથી સ્ટોર્સ પર ઉપલબ્ધ રહેશે. આ ફોનને ખરીદવા માટે તમારે માત્રા 1,999 રૂપિયા ચુકવવાના રહેશે અને બાકીના પૈસા તમે 18/24 મહિનાના સરળ હપ્તામાં ચુકવી શકો છો. હપ્તામાં ફોન લેવા માટે તમારે 501 રૂપિયાની પ્રોસેસિંગ ફી પણ ચુકવવાની રહશે. પરંતુ તમે તેને વગર કોઈ ફાઈનાન્સ અથવા વગર કોઈ હપ્તે ખરીદવા માંગો છો તો તમે તેને એક વખતમાં જ 6,499 રૂપિયા આપીને તેને ખરીદી શકો છો.

લોકો જેવી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવો દુનિયાનો સૌથી સસ્તો સ્માર્ટફોન લોન્ચ થઈ ગયો છે. આ સ્માર્ટફોન જીયો અને ગુગલની પાર્ટનશીપમાં બનાવવામાં આવ્યો છે. દુનિયાના સૌથી સસ્તા સ્માર્ટફોન JioPhone Nextની પહેલી ઝલક સામે આવી હતી.

જાણો શાનદાર ફિચર્સ વિશે 
રિલાયન્સે આ ફોન માટે Easy EMI પ્લાન્સનું એલાન કર્યું છે. આ ફોન Pragati ઓપરેટિગ સિસ્ટમ પર કામ કરે છે જેને ખાસ ભારતીય ગ્રાહકો માટે જ ડિઝાઈન કરવામાં આવેલું Android આધારિત સોફ્ટવેર છે. અન્ય ફિચર્સની વાત કરીએ તો આ સ્માર્ટફોનની ખાસ વાત એ છે કે તે સંપૂર્ણ રીતે મેડ ઈન ઈન્ડિયા છે.  આ સ્માર્ટફોનમાં પાછળ 13 મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. ફ્રન્ટનો કેમરા 8 મેગાપિક્સલનો છે. આ સ્માર્ટફોનની સ્ક્રીન સાઈઝ 5.4.54 મલ્ટીટચ છે.

આ સ્માર્ટફોનની સ્ક્રીન ગોરીલા ગ્લાસથી સજ્જ છે જે એન્ટી ફિન્ગર પ્રીન્ટ કોટિંગ સાથે મળે છે. આ ફોન Pragati OS પર કામ કરે છે. સાથે જ તેમાં ડ્યુઅલ સીમની સુવિધા પણ આપવામાં આવી છે. તેની બેટરી 35 મેગા MHની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *