ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરીની ઘટનાઓનો વધી રહી છે. ત્યારે સુરત-કડોદરા હાઈ-વે ઉપર આવેલ નિયોલ પોલીસ ચેક પોસ્ટ પાસેના એક ગોડાઉન પાસે જાહેર રોડ ઉપરથી ડ્રગ્સના જથ્થા સાથે એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને ડ્રગ્સની ડિલિવરી કરવા આવેલા રાજસ્થાની આરોપીને ૫.૮૫ લાખનું પ્રતિબંધીત ડ્રગ્સ સાથે ઝડપી લીધો છે. સાથે જ પોલીસે ડ્રગ્સ આપનાર અને ખરીદનાર આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપી પ્રવિણકુમાર બલવંતારામ વાના (બિસ્નોઈ) ઉ.વ.૨૭ એ વગર પાસ પરમીટે ગેરકાયદેસર રીતે ડ્રગ્સનો જથ્થો જેનું કુલ વજન ૫૮.૫૩૦ ગ્રામ અને તેની અંદાજે કિંમત રૂ.૫,૮૫,૩૦૦/- નો જથ્થો વોન્ટેડ આરોપી આશુરામ રાયચંદ ખીલેરી (બિસ્નોઈ) પાસેથી મેળવી પોતાની પાસે રાખ્યો હતો. બાદમાં વોન્ટેડ આરોપી જૈમીન છગનભાઈ સવાણીને આપવા આવતા આરોપી ડ્રગ્સ સાથે ૧ મોબાઈલ ફોન જેની અંદાજિત કિંમત રૂ.૧૦,૦૦૦/-, રોકડા રૂ.૮૦૦/- તથા કપડા ભરેલ ખાખી કલરની બેગ મળી કુલ કિંમત રૂ.૫,૯૬,૧૦૦ ની મત્તાના મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.