સુરતના પાંડેસરામાં એક યુવકે માત્ર અઢી વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી

સુરતના પાંડેસરામાં એક યુવકે ક્રુરતાની હદ વટાવી માત્ર અઢી વર્ષની માસુમ બાળકી પર દુષ્કર્મ આચાર્ય બાદ માસુમ બાળકીની હત્યા કરી હતી. આ કેસમાં પાંડેસરા પોલીસે આરોપી ગુડડુ યાદવ જે મૂળ બિહારનો રહેવાસી તેની ધરપકડ કરી છે. પોલીસે કોર્ટ સમક્ષ આરોપીના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જેની સામે કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

પાંડેસરા પોલીસે આરોપી ગુડ્ડુ યાદવ નો મોબાઈલ ચેક કર્યો હતો, જેમાં અંદાજે ૧૪૯ જેટલા પોર્ન વીડિઓ અને ફિલ્મ મળી હતી. જે દર્શાવે છે કે આરોપી કેટલી હદે વિકૃત માનસિકતા ધરાવતો હતો. જેની સજા માત્ર અઢી વર્ષ ની બાળકીને ભોગવવી પડી.

આરોપી નું એફએસએલ ગેઇટ એનાલિસિસ કરાશે. કારણ કે CCTV કેમેરામાં આરોપીનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. જેથી આરોપી એ જ છે તે સાબિત કરવા માટે તેનું કદકાઠીનું એનાલિસિસ કરીને આરોપીને ચલાવીને CCTVની ચાલ સાથે સરખાવવામાં આવશે.

દિવાળીની સાંજે મૂળ બિહારના રહેવાસી ગુડડુ યાદવે ઘર નજીક રહેતી બાળકીને નશાની હાલતમાં ઊંચકીને ૫૦૦ મીટર દૂર આવેલી અવાવરી જગ્યા પર લઈ જઈને માસૂમ બાળકી પર દ્દુશ્કર્મ કર્યું હતું. પોલીસે ૨૦૦ જેટલા CCTV કેમેરા ચેક કર્યા બાદ આરોપીની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *