દિલ્હીમાં પ્રદૂષણ વધ્યું, 428 AQI નોંધાયો

દેશના 141 સૌથી પ્રદૂષિત શહેરોની યાદીમાં દિલ્હી મોખરે રહ્યું છે. 13 નવેમ્બરથી હવાની ગુણવત્તાના સ્તરમાં થોડો સુધારો થવાની ધારણા છે.બુધવારે ગાઝિયાબાદનો AQI 428 હતો. AQI ફરીદાબાદમાં 380, ગ્રેટર નોઈડામાં 378, ગુરુગ્રામમાં 340 અને નોઈડામાં 374 છે.

પરાળ સળગાવવાની ઘટનાઓ દિલ્હીના પાડોશી રાજ્યોમાં એકધારી વધી રહી છે.  જેના કારણે જનરેટ થતા PM 2.5નો પ્રદૂષણમાં 27 ટકા હિસ્સો છે. એનસીઆર અને નજીકના શહેરોમાં વધતા પ્રદૂષણનું આ એક મુખ્ય કારણ માનવામાં આવે છે.

સૌથી વધુ AQI ધરાવતા શહેરો

બુલંદશહર – 409

હાપુર – 412

બાગપત – 409

જીંદ – 407

કૈથલ- 410

પાણીપત-417

દિલ્હી- 372

ફરીદાબાદ- 380

ગ્રેટર નોઈડા – 378

ગુરુગ્રામ-340

નોઇડા- 374

દિલ્હીમાં પ્રદૂષણને રોકવા માટે હવે દિલ્હી સરકારે કમર કસી છે. દિલ્હી સરકાર 11 નવેમ્બરથી 11 ડિસેમ્બર સુધી ‘એન્ટી ઓપન બર્નિંગ’ અભિયાન ચલાવશે. 10 વિભાગોની 550 ટીમો તેના પર નજર રાખશે. 304 ટીમો દિવસ દરમિયાન અને 246 ટીમો રાત્રે પેટ્રોલિંગ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *