મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પાલનપુર ખાતે નિરામય ગુજરાત મહાભિયાનનો પ્રારંભ કરાવ્યો

નવા પ્રધાનમંડળની સ્થાપના થયા બાદ મુખ્યપ્રધાન આગામી 2022ની વિધાનસભાની ચુંટણીમાં ફરીથી ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાય તે માટે અત્યારથી જ તમામ ભાજપના કાર્યકર્તાઓને કામે લાગી જવા માટે સૂચનાઓ આપી રહ્યા છે.

ગુજરાતના લોકોનું આરોગ્ય સચવાય અને તેમને નિઃશુલ્ક આરોગ્યની સરકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠાના પાલનપુરના જી.ડી મોદી કોલેજમાંથી નિરામય ગુજરાત મહાઅભિયાન (Niramay Gujarat Mahabhian)નો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો, જ્યાં તેમણે સ્ટેજ ઉપરથી અનેક લાભાર્થીઓને નિરામય કાર્ડ અર્પણ કર્યા હતા અને લોકોને નિરામય ગુજરાત અને વ્યસન મુક્ત આરોગ્યના નિયમો માટે શપથ લેવડાવ્યા હતા.

સંબોધન કરતા હળવાશમાં કહ્યું હતું કે, “અહીં બધા સિરિયસ થઈને બેઠા છે, આપણે હેલ્થ તરફ જઈ રહ્યા છીએ એટલે બધા નોર્મલ થઈ જાય. આપણે કોઈ રોગ થાય જ નહીં તે દિશામાં આગળ વધીએ. કોરોના મહામારીમાં જેને ડાયાબીટીસ જેવી બીમારી હતી તેમને વધારે હેરાન થવું પડ્યું અને તેના કારણે મોતની સંખ્યામાં વધારો થયો. દરેક લોકોએ પોતાનું હેલ્થ કાર્ડ મેળવી લેવું જેના કારણે તેમને કોઈ તકલીફ ન પડે અને સરકારની યોજનાનો લાભ લઈ શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *