અમદાવાદમાં ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની જાહેરાતથી વિવાદ વકર્યો

પહેલા રાજકોટમાં (rajkot) ઈંડા અને નોનવેજની લારીઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો ત્યારે બાદ અમદાવાદમાં (Ahmedabad) પણ ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવાની કોર્પોરેશનની જાહેરાત વિવાદ વધારે વકર્યો છે. તો બીજી તરફ ગુજરાત મુખ્યમંત્રીની (Gujarat chief minister) પણ આ ઉપર પ્રતિક્રિયા આવી છે. તેમણે આણંદના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, વેજ નોનવેજની કોઇ વાત નથી જેને જે ખાવું હોય તે ખાઈ શકે છે. પરતું જો ટ્રાફીકમાં કે નાગરિકોને અડચણરૂપ હશે તેવી તમામ લારીઓ હટાવવામાં આવશે.

આ અંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, જેને જે ખાવું હોય તે ખાય એમાં સરકાર કોઇ હસ્તક્ષેપ ન કરે. જેમને જે ભાવતું હોય તે ખાય તેમાં સરકાર ક્યારે પણ હસ્તક્ષેપ કરવા માંગતી નથી. પરંતુ રોડમાં અડચણરૂપ લારીઓ હોય તેને હટાવવાની જવાબદારી તો સ્થાનિક તંત્ર અને ત્યાર બાદ સરકારની છે. જેથી આવી લારીઓ હટાવવામાં આવશે.

આ અંગેની વૈકલ્પિક જગ્યાઓ આપવી સરકારની જવાબદારી નથી. પરંતુ ટ્રાફીકને નડશે તેવી તમામ લારીઓ અને બાંધકામો હટાવવામાં આવશે. તેમાં વેજ-નોનવેજ કે જાતી ધર્મ જોઇને આ કાર્યવાહી નહી થાય. માત્ર અગવડતા જોઇને જ કાર્યવાહી થશે. અમદાવાદ મનપાની ટાઉન પ્લાનિંગ કમિટીએ નિર્ણય લીધો છે કે શાળા, કોલેજ, કોમ્યુનિટી હોલ, મુખ્યમાર્ગો, ધાર્મિક સ્થળો નજીક પણ નોનવેજ ઈંડાની લારીઓ ઉભી રહી શકશે નહીં.

બીજી તરફ આ મુદ્દે લારી ગલ્લાના પ્રમુખ રાકેશ મહેરિયાએ આંદોલનની ચીમકી આપી છે. તેમણે જણાવ્યું હતું કે જો ઇંડા અને નોનવેજની લારીઓને હટાવવામાં આવશે તો અમે લડત આપીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *