ભરૂચમાં લાલચ આપી ૧૦૦ લોકોને ઇસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો

વિદેશથી આવતા ફંડનો ઉપયોગ કરી ગરીબ હિન્દુઓને આથક લાલચ આપી ઈસ્લામ ધર્મમાં સમાવેશ કરાવવાનું વ્યવસ્થિત નેટવર્ક ચાલતુ હોવાની આશંકાના આધારે મૌલવી સહિત 9 શખ્સો સામે ભરૂચ જિલ્લાની આમોદ પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કાંકરિયા ગામના 37 આદિવાસી પરિવારોના 100 લોકોને લાલચ આપી ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

હિન્દુ લોકોને રોકડ રૂપિયા તેમજ અન્ય સહાયની લાલચ આપી તેઓની આથક સ્થિતિ તથા તેમની અજ્ઞાાનતાનો લાભ લઈ છળકપટ કરાતી હતી તેમ જણાવી ભરૂચના ડીએસપીએ જણાવ્યું હતું કે કાંકરિયા ગામના હિન્દુ લોકોના 37 પરિવારોના 100 થી વધારે લોકોને લોભ-લાલચ આપી મુસ્લિમ ધર્મમાં પરિવર્તન કરાવાયા હતાં.

આ સમગ્ર પ્રકરણમાં મૂળ નબીપુરનાં અને હાલ લંડન રહેતા ફેફડાવાલા હાજી અબ્દુલની સંડોવણી સામે આવી છે. અગાઉ ઉત્તરપ્રદેશ તેમજ વડોદરામાં આવા જ પ્રકારના ગુનામાં તેની સંડોવણી બહાર આવી છે. આ પ્રવૃતિ અંગે કાંકરિયા ગામના જાગૃત નાગરિકે પોલીસ સ્ટેશનમાં આવી પોતાની ફરિયાદ આપતા સમગ્ર નેટવર્ક સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરાવવા માટે સરકારના નિયમો જોતા તેનુ પાલન થયું ન હોવાથી હિન્દુ લોકોને મુસ્લિમ બનાવનાર તેમજ સહાય કરતા ઈસમો વિરૂધ્ધ આમોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *