વિદેશમાં ગેરકાયદેસર રીતે 500 કરોડ રૂપિયા મોકલવાનો પર્દાફાશ

વિદેશમાં ગેરકાયદે રૂ. 500 કરોડ ટ્રાન્સફર કરનાર લોન એપ કંપની પર આઇટીના દરોડા

મોબાઇલ એપ દ્વારા તાત્કાલિક લોન આપવાનું કાર્ય કરતી એક ફિનટેક કંપનીમાં આવકવેરા વિભાગે દરોડા પાડીને વિદેશમાં ગેરકાયદેસર રીતે 500 કરોડ રૂપિયા મોકલવાનો પર્દાફાશ કર્યો છે તેમ સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

આવકવેરા વિભાગે દિલ્હી અને ગુડગાવ(હરિયાણા)માં કંપનીના પરિસરોમાં દરોડા પાડયા હતાં. તપાસ દરમિયાન એ પણ જાણવા મળ્યું હતું ક લોન આપતી વખતે કંપની ખૂબ જ વધારે પ્રોસેસિંગ ફી વસૂલ કરતી હતી. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ(સીબીડીટી)એ એક નિવેદનમાં જણાવ્યું છે કે વધુ પ્રોસેસિંગ ફી વસૂલ કરવાના કારણે લોન લેનારાઓ પર વધુ આિર્થક બોજ પડતો હતો.

તપાસમાં જાણવા મળ્યું હતું કે આ કંપનીની માલિકી કેમન આઇલેન્ડના એક ગુ્રપની છે. આ કંપનીનું સંચાલન પાડોશી દેશના એક વ્યકિત દ્વારા કરવામાં આવતું હતું.  સીબીડીટીના જણાવ્યા અનુસાર અઆ કંપની સામાન્ય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ(એફડીઆઇ) દ્વારા સામાન્ય મૂડીથી શરૂ કરવામાં આવી હતી પણ તેણે ભારતીય બેંકો પાસેથી મોટા પ્રમાણમાં લોન લીધી હતી.

કંપનીએ પ્રથમ જ વર્ષમાં 10,000 કરોડ રૂપિયાનું ટર્નઓવર કર્યુ હતું. આવકવેરા વિભાગ માટે ઉચ્ચ નિર્ણયો લેતી સંસૃથા સીબીડીટીના જણાવ્યા અનુસાર કંપનીએ ભારતમાંથી ગેરકાયદેસર રીતે વિદેશમાં પોતાની ગુ્રપ કંપનીઓને 500 કરોડ રૂપિયાનું ફંડ ટ્રાન્સફર કર્યુ હતું.  તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે મોબાઇલ એપ દ્વારા તાત્કાલિક લોન આપવાનું કાર્ય કરતી આ ફિનટેક કંપનીનું સંચાલન ભારત બહારથી કરવામાં આવતું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *