ત્રણેય કૃષિ કાયદા PM મોદીએ પાછા ખેંચવાની જાહેરાત કરી

પીએમ મોદીએ કહ્યું, ખેતીને સુધારવા માટે ત્રણ કાયદા લાવવામાં આવ્યા. જેથી નાના ખેડૂતોને વધુ પાવર મળે. વર્ષોથી આ માંગ દેશના ખેડૂતો અને નિષ્ણાતો, અર્થશાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી રહી હતી. જ્યારે આ કાયદાઓ લાવવામાં આવ્યા ત્યારે સંસદમાં ચર્ચા થઈ હતી. દેશના ખેડૂતો અને સંગઠનોએ તેનું સ્વાગત કર્યું, સમર્થન કર્યું. હું બધાનો ખૂબ જ આભારી છું. મિત્રો, અમારી સરકાર ખેડૂતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. આ માટે દેશના કૃષિ જગતના હિતમાં, ગામડાંનાં, ગરીબોના હિતમાં, સંપૂર્ણ સહયોગ સાથે, ઉમદા આશયથી આ કાયદો લાવવામાં આવ્યો હતો. પરંતુ અમે ખેડૂતોના હિત માટેની વાત કેટલાક ખેડૂતોને સંપૂર્ણ રીતે સમજાવી શક્યા નથી. તેમ છતાં ખેડૂતોનો એક વર્ગ તેનો વિરોધ કરી રહ્યો હતો. અમે વાટાઘાટો કરવાનો પ્રયાસ કર્યો.આ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ ગયો હતો. હું હાથ જોડીને તેમની માફી માંગુ છું અને આ ત્રણેય કાયદા પરત લેવાની વાત કરી હતી.

પીએમ મોદીએ કહ્યું, અમે કૃષિ કાયદાને પાછો ખેંચવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીએ ખેડૂતોને અપીલ કરી હતી કે, તમે તમારા ઘરે, ખેતરમાં પાછા ફરો પરિવાર વચ્ચે પરત ફરો અને એક નવી શરૂઆત કરો.

PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ‘કેન્દ્રનાં કૃષિ બજેટનાં પાંચ ગુણા વધારો આપ્યો છે. PM મોદીએ કહ્યું કે, અમારી સરકારે ખેડૂતોનાં ખાતામાં 1 કરોડ 62 લાખ રૂપિયા લે છે. આ સાથે જ 22 કરોડ સ્વોયલ હેલ્થ કાર્ડ વેંચવામાં આવ્યાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્રયું કે, અમારી સરકાર ખેડૂતોનાં હિતમાં કરી રહી છે કામ’.

પ્રધાનમંત્રી મોદીએ કહ્યું- મેં ખેડૂતોની સમસ્યાઓ અને પડકારોને ખૂબ નજીકથી જોયા છે. જ્યારે દેશે મને 2014માં વડાપ્રધાન તરીકે દેશની સેવા કરવાની તક આપી ત્યારે અમે ખેડૂત કલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી. ઘણા લોકોને ખબર નથી કે દેશના 100 ખેડૂતોમાંથી 80 નાના ખેડૂતો છે. તેમની પાસે 2 હેક્ટરથી ઓછી જમીન છે. તેમની સંખ્યા 10 કરોડથી પણ વધુ છે તેમના જીવનનો આધાર જમીનનો આ નાનો જમીનનો ટુકડો જ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *