કારતક પૂનમના દિવસે ગુરુ નાનક જ્યંતી મનાવવામાં આવે છે, જાણો મહત્વ અને ઉપદેશ વિશે

આજે શિખ ધર્મના સંસ્થાપક ગુરુનાનક દેવની જન્મ જ્યંતી મનાવવામાં આવી રહી છે. નાનક સાહેબનો જન્મ 15 એપ્રિલ 1469એ પંજાબના તલવંડીમાં થયો હતો જે હવે પાકિસ્તાનમાં છે.. આ જગ્યાને નનકાના સાહિબના નામથી પણ ઓળખવામાં આવે છે. શિખ ધર્મમાં ગુરુ પર્વનુ ખાસ મહત્ત્વ હોય છે. દર વર્ષે કારતક માસની પૂનમની તિથિના દિવસે ગુરુ નાનક જ્યંતી મનાવવામાં આવે છે. પ્રકાશ પર્વના દિવસે ગુરુ નાનક દેવ દ્વારા આપવામાં આવતા ઉપદેશ વિશે જણાવવામાં આવે છે અને ગુરુ ગ્રંથ સાહિબ પાઠ કરવામાં આવે છે.

 

ગુરુ નાનકના ઉપદેશો આજે પણ સાચા માર્ગે ચાલતાં લોકો માટે માર્ગદર્શનરૂપ બની રહે છે. તેમના અનુયાયીઓ તેમને નાનક અને નાનક દેવ, બાબા નાનક અને નાનક શાહજી જેવા નામથી સંબોધિત કરે છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓને કારણે તેઓ 7-8 વર્ષની ઉંમરમાં જ ઘણાં પ્રસિદ્ધ થઇ ગયા હતા. જાણો, ગુરુ નાનકના કેટલાક ઉપદેશો વિશે…

 

1. પરમ-પિતા પરમેશ્વર એક છે.

 

2. હંમેશા એક ઇશ્વરની સાધનામાં મન લગાઓ.

 

3. વિશ્વની દરેક જગ્યાઓએ અને દરેક પ્રાણીમાં ઇશ્વર ઉપસ્થિત છે.

 

4. ઇશ્વરની ભક્તિમાં લીન લોકોને કોઇનો ભય સતાવતો નથી.

 

5. પ્રમાણિકતા અને મહેનતથી પેટ ભરવું જોઇએ.

 

6. ખરાબ કાર્ય કરવા વિશે ન વિચારો અને કોઇને પરેશાન ન કરવા જોઇએ.

 

7. હંમેશા ખુશ રહેવું જોઇએ, ઇશ્વર પાસેથી હંમેશા પોતાના માટે ક્ષમા યાચના કરો.

 

8. મહેનત અને પ્રમાણિકતાની કમાણીમાંથી જરૂરતમંદની મદદ કરો.

 

9. તમામને સમાન દ્રષ્ટિકોણથી જુઓ, સ્ત્રી-પુરુષ સમાન છે.

 

10. ભોજન શરીરને જીવિત રાખવા માટે આવશ્યક છે. પરંતુ લોભ-લાલચ માટે સંગ્રહ કરવાની આદત ખરાબ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *