સેન્સેક્સમાં કડાકો : રોકાણકારોની રૂ. 8.32 લાખ કરોડની સંપત્તિ ધોવાઇ

પેટીએમનો ધબડકો, કૃષિ કાયદા પાછા ખેંચાતા આર્થિક સુધારા પર અસર થવાની ભીતિ સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ ચોમેરથી આવેલ વેચવાલીના ભારે દબાણ પાછળ આજે બીએસઇ સેન્સેક્સમાં 1170 પોઇન્ટ અને નિફ્ટીમાં 348 પોઇન્ટનો કડાકો બોલી ગયો હતો. જે છેલ્લા સાત માસમનો સૌથી મોટો કડાકો છે.

સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી ઐતિહાસિક એવું 8.32 લાખ કરોડનું જંગી ધોવાણ થવા પામ્યું હતું. સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદા પરત ખેંચાતા આર્થિક વિકાસ પર પ્રતિકૂળ અસર થવાની ભીતિ, રિલાયન્સ- અરામકો વચ્ચેની ડિલ રીવેલ્યુએશનને લઈને મોકૂફ રખાયાના અહેવાલ, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી, ફોરેક્સ રિઝર્વમાં ઘટાડો, વિવિધ દેશોમાં કોરોનાના કેસમાં વધારો, પેટીએમના ધબડકા સહિતના અન્ય પ્રતિકૂળ અહેવાલો પાછળ વિદેશી રોકાણકારો સહિત ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે શેરોની જાતેજાતમાં ગાબડા નોંધાયા હતા.

આ અહેવાલો પાછળ મુંબઈ શેરબજારખાતે આજે પ્રારંભિક સુધારા બાદ ચોમેરથી આવેલ વેચવાલીના દબાણે સેન્સેક્સ ઇન્ટ્રા ડે, 1624 પોઇન્ટ તૂટી 58011ના તળિયે પટકાયા બાદ કામકાજના અંતે 1170.12 પોઇન્ટ ગબડીને 58465.89ની સપાટીએ નરમ રહ્યો હતો.

એનએસઇ ખાતે પણ પ્રારંભિક સુધારા બાદ વેચવાલીના દબાણે નિફ્ટી ઇન્ટ્રા ડે 484 પોઇન્ટ તૂટી 17280 સુધી ખાબક્યા બાદ કામકાજના અંતે 348.25 પોઇન્ટના કડાકા સાથે 17416.55ના મથાળે બંધ રહ્યો હતો.

સેન્સેક્સમાં બોલેલા કડાકાના પગલે આજે એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી (બીએસઇ માર્કેટ કેપ) ઐતિહાસિક એવું રૂા. 8.32 લાખ કરોડનું ધોવાણ થતા અંતે રૂા. 260.98 લાખ કરોડ રહ્યું હતું. વિદેશી રોકાણકારોએ આજે રૂા. 3439 કરોડની વેચવાલી કરી હતી. છેલ્લા બે સત્રમાં તેઓએ રૂા. 7400 કરોડની વેચવાલી હાથ ધરી હતી.

FPIની  વેચવાલી સામે સ્થાનિક સંસ્થાઓની ખરીદી

મુંબઈ શેરબજાર ખાતે આજે વિદેશી રોકાણકારો તેમજ વિદેશી પોર્ટફોલિયો ઇન્વેસ્ટરો દ્વારા રૂા. 3448.76 કરોડની વેચવાલી હાથ ધરાઈ હતી. તેની સામે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ કેશમાં રૂા. 2051 કરોડની નવી લેવાલી હાથ ધરી હતી.  વિદેશી રોકાણકારોએ છેલ્લા બે દિવસમાં રૂા. 7400 કરોડની વેચવાલી હાથ ધરી છે.

2021માં સેન્સેક્સમાં નોંધાયેલા કડાકા

તારીખ

કડાકો

(પોઇન્ટમાં)

26 ફેબુ્ર.

1939

12 એપ્રિલ

1708

22 નવેમ્બર

1170

22 ફેબુ્ર.

1145

30 એપ્રિલ

984

27 જાન્યુઆરી

938

19 એપ્રિલ

883

5 એપ્રિલ

870

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *