અલ સાલ્વાડોર વિશ્વનું પ્રથમ બિટકોઇન શહેર બનાવવાની યોજના બનાવી રહ્યું છે. આ શહેરને શરૂઆતમાં બિટકોઇન સમિર્થત બોન્ડ દ્વારા નાણાકીય મદદ કરવામાં આવશે.
આ મુદ્દે અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ નાયબ બુકેલેએ શનિવારે નિવેદન આપતા જણાવ્યું હતું કે અલ સાલ્વાડોરમાં રોકાણને વેગ આપવા અને ક્રિપ્ટો મુદ્રાનો ઉપયોગ કરવા માટે બિટકોઇનમાં પોતાના રોકાણને બેગણું કરી દીધું છે.
લા યુનિયનના પૂર્વ ક્ષેત્રમાં બનાવવામાં આવેલા અ શહેરને બિટકોઇનથી એક નવા વિકાસનો આયામ મળશે.અને તેના પર વેટ સિવાય અન્ય કોઇ ટેક્સ નાખવામાં આવશે નહીં.
રાષ્ટ્રપતિ નાયબ બુકેલે દેશમાં ચાલી રહેલા અએક સપ્તાહના બિટકોઇન પ્રચારના કાર્યક્રમના પૂર્ણાહૂતિ સમારંભને સંબોિધત કરી રહ્યાં હતાં. આ ઉપરાંત રાષ્ટ્રપતિ બુકેલેએ વધુમાં જણાવ્યું હતું કે અહીં રોકાણ કરો અને પોતાની ઇચ્છા મુજબ નાણાં કમાવો.
આ જગ્યા સંપૂર્ણ રીતે આના માટે સમર્પિત છે. બિટકોઇન પર લગાવવામાં આવેલા વેટનો અડધો હિસ્સો શહેરના નિર્માણ માટે જારી કરવામાં આવેલા બોન્ડનું ફંડ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.
જ્યારે બાકીની અડધી રકમનો ઉપયોગ કચરાના નિકાલ જેવી સેવાઓ માટે કરવામાં આવશે. આ ઉપરાંત જાહેર ઇન્ફ્રાસ્ટ્રકચર બનાવવા માટે લગભગ 3 લાખ બિટકોઇનનો ખર્ચ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બરમાં અલ સાલ્વાડોર બિટકોઇનને કાયદાકીય માન્યતા આપનાર વિશ્વનોે પ્રથમ દેશ બની ગયો હતો.
રાષ્ટ્રપતિએ શહેરની સંરચના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરનો એરિયલ વ્યુ બિટકોઇન જેવુ જોવા મળશે.આ ઉપરાંત આ શહેરમાં કોમર્શિયલ અને રેસિડેન્સિયલ ઇમારતોની સાથે એરપોર્ટનું પણ નિર્માણ કરવામાં આવશે. વર્ષ 2022માં અલ સાલ્વાડોરમાં બિટકોઇન અંગે પ્રારંભિક બોન્ડ જારી કરવાની યોજના બનાવવામાં આવી છે.