Joker malwareનો હાહાકાર: જો આ 15 એપ્સ તમારા સ્માર્ટફોનમાં હોય તો તેને તાત્કાલિક હટાવી દો

સાઇબર સિક્યોરિટી ફર્મ Kasperskyના વિશ્લેષક Tatyana Shishkova તરફથી Android ફોન યૂઝર્સને ગૂગલ પ્લે સ્ટોરપર પાવરફૂલ જોકર માલવેર ની વાપસી અંગે ચેતવણી ઊચ્ચારી છે. શિશ્કોવાને માલુમ પડ્યું છે કે હાલ જોકર માલવેર ઓછામાં ઓછી (Joker malware)15 Android એપ્લિકેશનને પ્રભાવિત કરી રહ્યો છે. ગત વર્ષે જોકર માલવેરે અનેક એપ્સને પ્રભાવિત કરી હતી. જે બાદથી ચિંતા વધી ગઈ હતી.

જોકે, યૂઝર્સની સુરક્ષા માટે ગૂગલે પગલાં ભર્યાં હતા અને આવી એપ્સને પ્લે સ્ટોરમાંથી હટાવી દીધી હતી. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે માલવેર ફરીથી Google Play Store પર પરત આવી ગયો છે. અમુક એપ્સ જોકર માલવેરથી પ્રભાવિત થઈ છે. આ એપ્સમાં અમુક ઓછી જાણીતી અને અમુક જાણીતી એપ્સ પણ સામેલ છે. Shishkovaના રેડ લિસ્ટમાં અમુક પ્રસિદ્ધ એપ્સના પણ નામ છે.

જોકર માલવેર ખૂબ જ ખતરનાક અને પ્રસિદ્ધ માલવેર છે. આ માલવેર તમારી એટલે કે યૂઝર્સની જાણ વગર જ પ્રીમિયમ સેવા સબ્સક્રાઇબ કરી દે છે. આ માલવેર ગૂગગ પ્લે સ્ટોરમાં રહેલી એપ્સમાં આવી જાય છે. આ એપ્સને ડાઉનલોડ કરવામાં આવતા તે મોબાઇલમાં પ્રવેશ કરી લે છે. જોકેર માલવેર પ્લે સ્ટોરની સુરક્ષામાં પણ સેંધ લગાવી શકે છે. આ માલવેર સરળતાથી ડિલિટ નથી થતો. નિષ્ક્રિય રહ્યા બાદ તે ફરીથી સક્રિય થાય છે.

2017માં જાણ થઈ હતી

આ માલવેર વિશે વર્ષ 2017માં સૌપ્રથમ વખત જાણ થઈ હતી. ગૂગલ વર્ષોથી યૂઝર્સને આ જોકર માલવેરથી બચાવવા માટે ખૂબ મહેનત કરી રહ્યું છે. આ માલવેર જાતે જ ઑનલાઇન એડ પર ક્લિક કરી લે છે. એટલે કે સુધી કે ટ્રાન્ઝેક્શન માટેના ઓટીપી પણ જોઈ લે છે.

જો તમારા મોબાઇલ ફોનમાં આમાંની કોઈ એપ્સ છે તો તેને તાત્લાલિક હટાવો:

– Easy PDF Scanner
– Now QRCode Scan
– Super-Click VPN
– Volume Booster Louder Sound Equalizer
– Battery Charging Animation Bubble Effects
– Smart TV Remote
– Volume Boosting Hearing Aid
– Flashlight Flash Alert on Call
– Halloween Coloring
– Classic Emoji Keyboard
– Super Hero-Effect
– Dazzling Keyboard
– EmojiOne Keyboard
– Battery Charging Animation Wallpaper
– Blender Photo Editor-Easy Photo Background Editor

ઉપરની કોઈ પણ એપ્લિકેશન જો તમારા એન્ડ્રોઇડ ફોનમાં ઇન્સ્ટોલ હોય તો તેને ફટાફટ ડિલિટી કરી દો. શક્ય છે કે આ એપ્સમાં આવતા એપડેટ્સ સાથે જોકર માલવેર તમારા ફોનમાં પ્રવેશ કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *