- મેષ રાશી: જો તમે થોડા સમય માટે કોઈ મિલકત સંબંધિત કામ કરતા પહેલા સ્થળાંતર કરવાનું વિચારી રહ્યા છો, તો તેના પર ફરીથી વિચાર કરો. તમને તમારા કામમાં ચોક્કસ પણે સફળતા મળશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળવાથી ઘરમાં આનંદનું વાતાવરણ રહેશે. ઘરની સાર-સંભાળ અને વ્યવસ્થાને લગતી ગતિવિધિઓમાં દિવસનો મોટાભાગનો સમય પસાર થશે અને તમારા કામમાં ચોક્કસ જ સફળતા મળશે. વધારે પડતા વિચારો કરવાથી તણાવ આવી જવો તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરી શકે છે. મહત્ત્વપૂર્ણ કામ પણ હાથમાંથી સરકી શકે છે. તમારા કામમાં જીવનસાથીની સલાહ લેવી ફાયદાકારક રહેશે. તેનાથી પ્રેમ સંબંધોમાં ગાઢતા પણ આવશે. શરીરને તંદુરસ્ત રાખવા માટે પૂરતી ઊંઘ પર ધ્યાન આપવું
- વૃષભ રાશી: આજની તમારી અંગત ગતિવિધિઓને ગુપ્ત રીતે કરશો તો ચોક્કસ સફળતા મળશે. અમુક જગ્યાએથી શુભ સમાચાર પણ મળી શકે છે. વડીલોના આશીર્વાદ તમારા માટે ફળદાયી નીવડશે. ઘરનું સમારકામ અને ભરણપોષણ માટેનો ખર્ચ ઝડપથી વધવાની શક્યતા છે. જેથી તમારા માસિક બજેટ પર અસર થઇ શકે છે. ધંધામાં આજુબાજુના પ્રતિનિધિઓ તરફથી સ્પર્ધામાં સફળતા પ્રાપ્ત થશે. સખત મહેનતથી ડરશો નહીં. નોકરીમાં લક્ષ્ય પ્રાપ્ત થશે. મિત્રોની પ્રેરણાથી તમે જીવનમાં જોખમ ઉઠાવવા માટે પ્રયત્નો કરશો. આ કામમાં તમને સાથ અને માર્ગદર્શન મળશે. સંતાનની કારકિર્દી વિષે શુભ સમાચાર મળવાથી ઘરમાં ખુશીનો માહોલ બનશે. શરીર સંબંધિત સમસ્યા ઊભી થઈ શકે છે.
- મિથુન રાશી: આજે નસીબ તમારું સાથ આપશે. કોઈ રાજકીય સિદ્ધિ પ્રાપ્ત થવાની શક્યતા છે. જેના લીધે સમાજમાં તમારો મોભો વધશે અને આવકમાં પણ વૃદ્ધિ થશે. નજીકના સંબંધીઓનો સહયોગ લાભદાયી નીવડશે. નાણાકીય અટકેલી સરકારી બાબતનો ઉકેલ આવવાની સંભાવના છે. તમારા રાજનૈતિક વ્યવહારોમાં સાવચેતી રાખવી, કોઈ ખોટો ફાયદો ન ઉઠાવી જાય તેની કાળજી રાખવી. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પ્રત્યે બેદરકારી ન દાખવવી. ધંધાકીય ક્ષેત્રે કામ વધવાની શક્યતા છે. તમારી સફળતાને લીધે પરિવારમાં ખુશીન માહોલ રહેશે.
- કર્ક રાશી: આજે નજીકની મહત્વની યાત્રા પૂર્ણ થવાની શક્યતા છે. મનોરંજન સંબંધિત કેટલીક યોજનાઓ પણ બનશે જેના લીધે મન ઉત્સાહી રહેશે. જો કોઈ પ્રોપર્ટી ખરીદવાની યોજના છે, તો પહેલા તેની વાસ્તુશાસ્ત્રનું ધ્યાન રાખવું. અન્ય લોકોના મામલામાં દખલ કરવાથી વિવાદ થવાની શક્યતા છે. તેથી તમારા કામથી જ કામ રાખવું. નોકરી કરતાં લોકો તેમનું લક્ષ્ય પૂર્ણ કરે તો પ્રમોશન મળવાની શક્યતા છે. વેપાર-ધંધાના સ્થળે પણ તમામ કાર્યો યોગ્ય રીતે સંપન્ન થઈ શકે છે. પ્રેમ સંબંધિત જીવનમાં મધુરતા રહેશે. તમારા પ્રત્યે જીવનસાથીનો પ્રેમ એકબીજાના સંબંધો વધુ મજબૂત બનાવશે. તમારી રોગપ્રતિકારક શક્તિનું ધ્યાન રાખવું.
- સિંહ રાશી : જો ઘરમાં કોઈ સમારકામ થઇ રહ્યું હોયતો ગ્રહોની સ્થિતિ અનુસાર વાસ્તુ સંબંધિત નિયમોનું પાલન કરશોતો તમારા માટે ફાયદાકારક અને ભાગ્યશાળી રહેશે. બાળકોનું ધ્યાન અભ્યાસમાં રહે તેનું ધ્યાન રાખવું. કોઈપણ મુશ્કેલી આવે ત્યારે તમારા રાજનૈતિક અને સામાજિક સંપર્કોનો ઉપયોગ કરો, તમને ચોક્કસ જ સપોર્ટ મળશે. જો ઘરમાં કોઈ સુધારને લગતી યોજના બની રહી છે તો ગ્રહ સ્થિતિ વાસ્તુને લગતા નિયમોનું પાલન કરવાની સલાહ આપે છે. સમય અનુસાર પોતાના સ્વભાવમાં પણ ફેરફાર કરો. મામા પક્ષના કોઈ વિવાદ ઊભો થઈ શકે છે. તમારી કોઇ જિદ્દ તમારા સંબંધને ખરાબ કરી શકે છે. સાથે જ તમારા ખર્ચને પણ સંયમિત રાખશે. વ્યવસાયને સંબંધિત યોજના બનાવી છે, તે તમારા માટે ફાયદાકારક રહેશે. લગ્નજીવનમાં કોઈ નાની વાતને લઈને વાદ વિવાદ સર્જાઈ શકે છે. શરીર સંબંધિત સમસ્યા રહી શકે છે.
- કન્યા રાશી : ગ્રહોની સ્થિતિ આજે તમારા માટે લાભદાયી છે. અટવાયેલા કામ આજે પાર પડશે. નવા કપડા અને જ્વેલરી જેવી વસ્તુઓ ખરીદવાની પણ યોજના હશે. આ વાતનું ધ્યાન રાખો કે કોઈપણ કામ કરતા પહેલાં બધા જ સ્તર અંગે યોગ્ય વિચાર કરીને યોજના બનાવો, પછી જ તેને શરૂ કરો. આજે મોટાભાગનો સમય ઘરની બહાર માર્કેટિંગને લગતા કામને પૂર્ણ કરવામાં જશે. વ્યવસાયિક ગતિવિધિઓ ઇચ્છા પ્રમાણે ચાલતી રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહી શકે છે. ગળા અને પીઠને લગતા દુખાવા પરેશાન કરી શકે છે. યોગ અને કસરત માટે થોડો સમય કાઢો.
- તુલા રાશી: તમે સખત મહેનત દ્વારા તમારા લક્ષ્યને પ્રાપ્ત કરશો. બસ એટલું ધ્યાન રાખો કે કોઈ પણ કામ આયોજન વગર ન કરો. ક્યાંકથી દુઃખદ સમાચાર આવી શકે છે, જેના કારણે મન ઉદાસ રહેશે. અને તે તમારી કાર્યક્ષમતા પર અસર કરશે. તેથી તમારા આત્માને જાળવી રાખો. ધંધાકીય સ્થળ પર તમારી વર્તમાન પ્રવૃત્તિઓ પર ધ્યાન કેન્દ્રિત કરો. કોઈ ઉતાવળો નિર્ણય લેવાથી સમસ્યા થઇ શકે છે. પૈસાની લેવડ-દેવડ કરતી વખતે ખૂબ કાળજી રાખવી જરૂરી છે. કારણ કે ભૂલથી નુકસાન થઈ શકે છે. ઓફિસમાં શાંત વાતાવરણ રહેશે. અવિવાહિતો અનુકૂળ સંબંધ આવવાથી ખુશ રહેશે. પ્રેમ સંબંધોમાં પણ મીઠાશ રહેશે. ઘરના કોઈ વડીલ વ્યક્તિ સાથે સમસ્યા થઈ શકે છે. પરંતુ ચિંતા કરવા જેવું કંઈ રહેશે નહીં.
- વૃશ્ચિક: આજે સમય લાભદાયક છે, તેનો સદુપયોગ કરો. તમારું ધ્યાન રોકાણ સંબંધિત યોજનાઓ પર રાખો. સંતાનની આવકને કારણે ઘરમાં ખુશીનો માહોલ રહે. આધ્યાત્મિક અને ધાર્મિક કાર્યોમાં પણ સમય પસાર થશે. અંગત કામની વચ્ચે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે ઘરના વડીલોની સેવાની ઉપેક્ષા ન કરવી જોઈએ. તમારા જિદ્દી સ્વભાવને પણ લવચીક બનાવો. મામા સાથેના સંબંધો બગડવા ન દો. વ્યવસાયિક ગતિવિધિઓ મજબૂત રહેશે અને તેમનું શુભ ફળ પણ ટૂંક સમયમાં પૈસાના રૂપમાં મળવાનું છે. આજે મોટાભાગનો સમય ઘરની બહારના કાર્યોમાં પસાર થશે. નોકરી કરતા વ્યક્તિએ કોઈપણ પ્રકારના ગેરકાયદેસર કામ પર ધ્યાન આપવું જોઈએ નહીં. પતિ-પત્ની વચ્ચે ખાટા-મીઠા ઝઘડા થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. પરંતુ બદલાતા હવામાનને કારણે એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે.
- ધન રાશી: ખર્ચની સાથે-સાથે આવકના સ્ત્રોતમાં પણ વધારો થવાની શક્યતા છે. કોઈપણ પ્રકારનો તણાવ ન લો. અધ્યાત્મિક તેમજ ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરો. જેથી તમને આત્મિકશાંતિનો અનુભવ થાય. જો કોઈ સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે તો આજે તે કાર્યો પૂર્ણ થવાની યોગ્ય શક્યતા છે. વ્યક્તિગત સમસ્યાઓમાં જ ગુંચવાયેલાં રહેવાથી સફળ થતા કાર્યોમાં વિઘ્ન આવી શકે છે. વધારે ડિસિપ્લિન રાખવું પણ ક્યારેક અન્ય લોકો માટે સમસ્યાનું કારણ બની શકે છે. આ સમય વેપારની દૃષ્ટિએ ખૂબ જ અનુકૂળ છે. ઘરની વ્યવસ્થાને યોગ્ય રીતે ચલાવવામાં જીવનસાથીનો સહયોગ તમને માનસિક રીતે મળી શકે છે. વર્તમાન નકારાત્મક પરિસ્થિતિઓ સામે તમારું રક્ષણ કરો.
- મકર રાશી: પરિવારમાં કોઈના લગ્ન અથવા કોઈપણ શુભ કાર્યની તૈયારીઓ બનશે. સંતાનોને વિદેશ સંબંધિત સિદ્ધિઓ મળવાની પણ સંભાવના છે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત પણ ફાયદાકારક રહેશે. તમને ભાઈઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવવા માટે અગાઉ પણ ચેતવણી આપવામાં આવી છે, કારણ કે તેઓમાં કડવાશ થવાની શક્યતા વધુ છે. સાથે જ આર્થિક ગતિવિધિઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. વ્યવસાયિક ગતિવિધિઓ વધુ સારી રહેશે. તમારા સંપર્કોને વધુ મજબૂત બનાવો કારણ કે તે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે. નોકરીયાત લોકોએ પોતાના કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે. ખૂબ શિસ્તબદ્ધ રહેવાથી જીવનસાથી સાથે થોડો વિવાદ થઈ શકે છે. આનંદદાયક વાતાવરણ બનાવવા માટે, કેટલાક મનોરંજન અને ભેટ આપવાના કાર્યક્રમોનું આયોજન કરો. પેટમાં ગેસ થવાની કે કોઈ પ્રકારનું ઈન્ફેક્શન થવાની સંભાવના છે. પુષ્કળ પ્રવાહી પીવો.
- કુંભ રાશી : દિવસની શરૂઆતમાં જ તમારા કામ પૂર્ણ કરી લો. તમને ચોક્કસ જ સફળતા મળી શકે છે. કોઈપણ પ્રશંસનીય કાર્યને કારણે તમને સમાજમાં સન્માન પણ મળશે. યુવાઓ થોડા સમયથી જે મહેનત કરી રહ્યા હતાં આજે તેમને શુભ સમાચાર મળી શકે છે. લોકો સાથે મુલાકાત કરતી સમયે તમારા વ્યવહારને સંયમિત રાખો. કોઈપણ પ્રકારના વિવાદથી દૂર રહો. વધારે વિચાર કરવો અને તેમાં સમય આપવો તમારી કાર્યક્ષમતાને પ્રભાવિત કરશે. પાર્ટનરશિપને લગતા વેપારમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. પ્રેમ સંબંધોના મામલામાં તમે ખુબજ ભાગ્યશાળી રહેશો. ઉધરસ આવવા જેવી સમસ્યા રહી શકે છે.
- મીન રાશી : જો કોઈ લક્ષ્ય પૂર્ણ કરવાની કોશિશ કરી રહ્યા હતા તો આજે તમને તેમાં સફળતા મળી શકે છે. સુખ-સુવિધાને લગતો સામાન ખરીદવામાં પણ સમય પસાર થશે. તમારો સહજ સ્વભાવ સમાજમાં તમારી લોકપ્રિયતા વધારશે. બાળકો સાથે મિત્રતાભર્યો વ્યવહાર રાખો. કોઈ સંબંધી પીઠ પાછળ તમારા માટે અફવાહ ફેલાવી શકે છે. તમારા ગુસ્સા ઉપર કંટ્રોલ કરીને શાંતિથી કામ લો, પરિસ્થિતિ ઠીક થઈ જશે. વ્યવસાયિક ગતિવિધિઓ માટે ગ્રહ સ્થિતિ વધારે અનુકૂળ નથી. લગ્નજીવન સામાન્ય રહી શકે છે. તમારી દિનચર્યા તથા ખાનપાનને સંતુલિત રાખો.