CM ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર મહંત બટુક મોરારીની રાજસ્થાનના રેવદર પાસેથી LCBએ ધરપકડ કરાઇ

CM ભુપેન્દ્ર પટેલને ધમકી આપનાર મહંતની ધરપકડ કરવામાં આવી છે. મહંત બટુક મોરારી બાપુએ ગઇકાલે CMને ધમકી આપી હતી. અને, CMને ધમકી આપતો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. બટુક મોરારી બાપુએ CM પાસે 1 કરોડ રૂપિયા માગ્યા હતા. રાજસ્થાનના રેવદર પાસેથી LCBએ ધરપકડ કરી હતી. બનાસકાંઠા પોલીસ આરોપી બટુક મોરારી બાપુને ગુજરાત લઈ આવવા રવાના થઇ છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને ધમકી આપતો મહંતનો વીડિયો વાયરલ થયો હતો. બનાસકાંઠાના મહંત બટુક મોરારી બાપુ ઉર્ફે મહેશ ભગતે ધમકી આપી હતી. મુખ્યપ્રધાન પાસે 10 દિવસમાં રૂપિયા 1 કરોડની માંગણી હતી. વીડિયોમાં મહંત કહી રહ્યાં છે કે 10 દિવસની અંદર એક કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી પહોંચાડી દેજો. નહીં તો ગુજરાતમાં કોઇ દિવસ પટેલને રાજ નહીં કરવા દઉ.ભુપેન્દ્ર પટેલ એક કરોડ રૂપિયા નહીં આપે તો અકસ્માતમાં મોતને ઘાટ ઉતારી દઇશ. મહંતના આ ધમકીભર્યા વાયરલ વીડિયોને લઇને લોકોમાં આક્રોષ જોવા મળ્યો છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *