અમદાવાદ વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર જાહેર થયું, યાદીમાં અમદાવાદ સિવાય દેશના એક પણ શહેરને સ્થાન ન મળ્યું

ભારતનું પ્રથમ હેરિટેજ સિટી અમદાવાદ સૌથી સસ્તા શહેરોમાં વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. ઇકોનોમિસ્ટ ઇન્ટેલિજન્સ યુનિટે તાજેતરમાં જાહેર કરેલા વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ સરવે ૨૦૨૧ ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આ રિપોર્ટમાં વિશ્વના ૧૭૩ દેશોમાં જીવનધોરણ અને ખર્ચમાં આવેલા ઉતાર-ચઢાવને આધારિત રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે.

ભારતમાં અમદાવાદ સિવાય એકપણ શહેરને આ યાદીમાં સ્થાન નથી મળ્યું. WCOL (વર્લ્ડવાઇડ કોસ્ટ ઓફ લિવિંગ) ઇન્ડેક્સમાં અમદાવાદને ૩૭ પોઇન્ટ મળ્યા છે અને તેને ૧૬૭ રેન્ક મળતાં તે વિશ્વનું સાતમું સૌથી સસ્તું શહેર બની ગયું છે. આ ઇન્ડેક્સમાં પાકિસ્તાનના કરાચી શહેરને ૩૬ પોઇન્ટ મળતાં તે ૧૬૮ મા રેન્ક પર આવ્યું છે. આમ સૌથી સસ્તા શહેરમાં કરાચીએ અમદાવાદને પાછળ છોડી દીધું છે. વિશ્વનું સૌથી સસ્તું શહેર સીરિયાનું દમાસ્કસ છે જેને માત્ર ૧૨ પોઇન્ટ મળ્યા છે. ઇઝરાયેલનું તેલ અવીવ શહેર ૧૦૬ પોઇન્ટ મેળવીને સૌથી મોંઘું શહેર જાહેર થયું છે.

અમદાવાદનો ૧૭૩ દેશોની આ યાદીમાં પ્રથમ વખત સમાવેશ થયો છે.આ રિપોર્ટમાં સૌથી સસ્તા શહેરો પૈકી અમદાવાદ અને ટ્યૂનીસિયાનું ટ્યૂનીસ શહેરનો વિશેષ નોંધ લેવામાં આવી છે. આ યાદીમાં પેટ્રોલના ભાવને લઈને પણ સૌથી મોંઘા શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં પણ ભારતના એક પણ મેટ્રો શહેરનો સમાવેશ થયો નથી. પેટ્રોલનો ભાવ સૌથી વધુ હોંગકોંગમાં છે. આ યાદીમાં તેલ અવીવ ચોથા સ્થાને છે. ઇઝરાયલનું તેલ અવીવ વિશ્વનું સૌથી મોંઘુ શહેર છે. દેશની કરન્સી શેકેલમાં આવેલી મજબૂતાઈ મોંઘવારી વધવાના મુખ્ય કારણો છે. અહીં ખાવા-પીવાની વસ્તુઓ તથા પ્રોર્પટીની કિંમતો પણ ખૂબ જ ઝડપથી વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *