જેને વેક્સિન લઈ લીધી છે એ લોકો સૌથી વધારે સુરક્ષિત, તમે પણ ઓમિક્રોન સાથે સંકળાયેલા ભ્રમને દૂર કરો

કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનને લઈને કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયે કેટલાક જરૂરી સવાલો અને તેના જવાબો આપીને નાગરિકોની વચ્ચે જાગૃતતા વધારી છે. તેમાં જણાવ્યું છે કે, જેમનું વેક્સનેશન થઈ ગયું છે એવા લોકો વધારે સુરક્ષિત છે. ઘણીવાર પુછવામાં આવતા સવાલો અને તેના ઉપર સરકારના જવાબો જુઓ:

1. શું વેક્સિનેશનની અસર ઓમિક્રોન પર થશે? 

– વેક્સિનની અસર નહીં થાય એવો કોઈ પુરાવો નથી. જોકે વાયરસના સ્પાઈક જેનામાં થયા તેનામાં કેટલાક મ્યૂટેશનના કારણે વેક્સિનની અસર ઓછી થવાની વાત સામે આવી છે. તો પણ જે લોકોનું વેક્સિનેશન થઈ ગયું છે એ લોકો વધારે સુરક્ષિત છે. તેથી કોઈ નાગરિકે વેક્સિન ના લીધી હોય અથવા તો ડોઝ બાકી હોય તેમણે જરૂરથી લઈ લેવી જોઈએ.

2. શું ત્રીજી લહેર આવશે? 

– ઓમિક્રોન દક્ષિણ આફ્રિકામાંથી ઉદ્ભવ્યો છે અને કેટલાય દેશોમાં ફેલાઈ રહ્યો છે. તેના લક્ષણો પ્રમાણે તે કેટલાક બીજા દેશોમાં પણ ફેલાઈ શકે છે. હજુ પણ તેના સંક્રમિતોની સંખ્યા અને સ્તર સ્પષ્ટ નથી. બીજી બાજુ જોઈએ તો ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ વધારે ફેલાયેલો હતો અને વેક્સિનેશન પણ ખૂબ ઝડપથી ચાલ્યું. આ કારણે એવું અનુમાન લગાવી શકાય કે આ બીમારી થોડી કમજોર રહી શકે છે. મંત્રાલયે આ અનુમાનમાં પણ “પરંતુ” જોડીને જણાવ્યું છે કે હજુ વધારે વૈજ્ઞાનિક પુરાવા સામે આવી જ રહ્યા છે.

3. શું હાલની તપાસ ઓમિક્રોનને પકડશે? 

– કોરોના માટે આરટીપીસીઆર સૌથી નક્કર તપાસ પ્રણાલી છે. તે વાયરસના સ્પાઈક (એસ), એન્વલ્ડપ (ઈ) અને ન્યુલિયોકૈપ્સિડ જેવા જીનને પકડીને સંક્રમણની પૃષ્ટિ કરે છે. જોકે ઓમિક્રોનના એસ જીનમાં ઘણો બદલાવ આવ્યો છે. જેનાથી કેટલીક બાબતોમાં સંક્રમણને ઓળખવું મુશ્કેલ થઈ શકે છે. જોકે ઓમિક્રોનની પૃષ્ટિ માટે જીન સિક્વેન્સિંગ થઈ રહ્યું છે.

4. બચાવ માટે શું કરવું?

– માસ્ક પહેરવું, વેક્સિનેશન કે એક ડોઝ બાકી હોય તો જરૂરથી લઈ લેવા, સામાજિક દૂરી રાખવી અને રૂમ કે કાર્યાલયને વાતાનુકૂલિત બનાવી રાખવા. સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે, પ્રેસમાં સતત ગાઈડલાઈન ચાલું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *