દુબઈથી અમદાવાદ આવેલા 30 લોકો કોરોના સંક્રમિત, સરકારની ચિંતા વધી

ગુજરાતમાં પણ ઓમિક્રોને દેખા દીધી હોય તેવું લાગી રહ્યું છે. અને પરિસ્થિતિ ભારે ચિંતાજનક બનવા જઈ રહી છે. દુબઈના લગ્ન સમારંભમાં હાજરી આપી અમદાવાદ પરત ફરેલા 30 થી વધુ લોકો કોરોના  પોઝિટિવ મળી આવ્યા છે.દુબઈ ખાતે યોજાયેલા લગ્ન સમારંભમાં અમદાવાદથી જુદી જુદી ફ્લાઈટો દ્વારા 550થી વધુ લોકોએ લગ્ન પ્રસંગમાં હાજરી આપી હતી.

કોરોનાનો ભોગ બનેલા 30 થી વધુ લોકોમાં મોટાભાગના લોકો 16થી 26 વર્ષના હોવાનું જાણવા મળ્યું છે…જેમાં શંકાસ્પદ રીતે ઓમિક્રોનના લક્ષણો હોવાનું પણ અનુમાન છે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ લગભગ 5 થી 7 લોકોને તો દુબઈમાં જ કોરોના પોઝિટિવની સારવાર શરૂ કરવામાં આવી હતી.જ્યારે બાકીના લોકો અમદાવાદ આવતા વિવિધ ખાનગી હોસ્પિટલમાં તેમજ હોમઆઈસોલેનમાં સારવાર લઈ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *