ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને CM ભુપેન્દ્ર પટેલ અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે મહત્વની બેઠક યોજાશે. મળેલ માહિતી અનુસાર, આ બેઠકમાં પાટીદાર સમાજના અગ્રણીઓ મુખ્યમંત્રી સાથે પાટીદાર અનામત આંદોલન કેસ બાબતે ચર્ચા કરવાના છે. આ બેઠકમાં ખોડલધામના નરેશ પટેલ, ઉમિયામાતા ઊંઝાના પ્રતિનિધિ પણ હાજર રહેશે.
આ સાથે બેઠકમાં PAAS નેતા અલ્પેશ કથીરિયા સહિતના આંદોલનકારીઓ ઉપસ્થિત રહશે તેવું ચર્ચાઈ રહ્યું છે.આપને જણાવી દઈએ કે આંદોલન દરમિયાન થયેલા કેસો પાછા ખેંચવા આજે રજૂઆત થવાની સંભાવના છે. મહત્વની વાત એ છે કે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે આંદોલન સમયના પાટીદારો સામેના કેસ પાછા ખેંચવાની ખાતરી આપી હતી.
ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં પાટીદારોની બેઠક થઇ હતી . આ બેઠકમાં ફરી આંદોલન કરવાનો નિર્ણય લેવામાં હતો. સરદાર પટેલ ગ્રુપ (SPG) અને પાટીદાર અનામત આંદોલન સમિતી (PAAS )ની મહેસાણામાં આ બેઠક યોજાઈ હતી. જેમાં આગામી સમયમાં ફરીથી પાટીદાર આંદોલન પાર્ટ ૨ શરૂ કરવામાં આવશે તેવો નિર્ણય લેવાયો હતો.