Success Story with Er.Sanjay Davda

Do what you say and Say what you have done”

“તમે જે બોલો તે કરો અને તમે જે કર્યું તે બોલો”

આ મંત્ર બોલનાર અને એમના જીવનમાં આ મંત્ર ઉતારનાર એવા અમદાવાદના રેહવાસી અને દેશ-વિદેશમાં એન્જીનીયરીંગ ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઉભી કરનાર સંજયભાઈ દાવડા જેઓ પોતે ઈલેક્ટ્રીકલ એન્જીનીયર છે અને તેઓ “દર્શીલ ઓટોમેશન કંટ્રોલ એન્ડ સર્વિસ” ના માલિક જેમની આ કંપની ની સ્થાપના વર્ષ ૨૦૧૨-૧૩ માં થઇ. સંજયભાઈ એ તેમના જીવનમાં ખુબજ સંઘર્ષ કર્યા પછી આ લેવલ એ પહોંચ્યા છે અને આ સંઘર્ષમાં તેમના પરિવારએ એમનો ખુબજ સાથ આપ્યો છે. સંજયભાઈ ના પપ્પા લેથ મશીન ચલાવવામાં માસ્ટર છે અને પિતા તરફ થી ખુબજ સપોર્ટ અને પ્રેરણા મળી છે.સંજય ભાઈએ જણાવ્યું કે, તેમના જીવન નો એકજ મંત્ર છે કે “તમે જે બોલો તે કરો અને તમે જે કર્યું તે બોલો”…(Be commited & Be truthfull)

સંજયભાઈ ના અભ્યાસમાં પણ ઘણો ઉતાર-ચઢાવ આવેલો, ૯ માં ધોરણ સુધી ભણવામાં ની:રસ હતા અને ખુબ મજાક-મસ્તી કરતા ત્યારબાદ એક સારો મિત્ર મળ્યો કે જેની સાથે એમણે ભણવાનું શરુ કર્યું અને ભણતરમાં ખુબજ સારો ફરક અને સારા માર્કસ આવા લાગ્યા અને ત્યારથીજ એમને આત્મવિશ્વાસ આવ્યો ત્યારબાદ ભરૂચની એક કોલેજમાં ઈલેક્ટ્રીકલ એન્જીનીયરમાં એડમીશન મેળવ્યું અને હોસ્ટેલમાં પણ જેમતેમ કરીને રૂમની વ્યવસ્થા કરી ત્યારે એકજ રૂમ માં ૫ લોકો સાથે રહેતા અને કેટલીક વાર જમવાના પૈસા પણ ના હોય, કોલેજ પણ ૨ કિલોમીટર ચાલીને જતા હતા ત્યારે તેમના ઘરની પરિસ્થિતિ ખુબજ નબળી હતી.

સંજયભાઈના પેહલા ગુરુ એટલે એમના કાકા જેમણે સંજયભાઈ ને આગળ વધવાની તક આપી, એમના કાકા મીકેનીકલ એન્જીનીયર હતા અને જેમને જર્મની અને મુંબઈમાં એન્જીનીયરીંગ નું કામ કર્યું હતું. સંજયભાઈ એ કોલેજ કર્યા પછી તેમના કાકાએ તેમને મુંબઈ બોલાવ્યા જે સંજયભાઈ ના જીવનની પહેલી કારકિર્દીની શરૂઆત હતી. તેમના કાકા દરેક વસ્તુમાં મદદ કરતા અને તેમનો એન્જીનીયર અંગે જેટલો પણ અનુભવ હતો તે સંજયભાઈને પણ શીખવાડતા.સંજયભાઈ મુંબઈ થી પરત આવ્યા અને ત્યારે તેમને નોકરી પણ નહોતી મળતી પરંતુ તેમના પપ્પા એ તેમને ખૂબજ હિંમત આપી અને ખુબજ સપોર્ટ કર્યો.ત્યારબાદ તેમને એક નાની કંપનીમાં સુપરવાઈઝરની નોકરી મળી જ્યાં તેમનો પગાર મહિના ના માત્ર ૭૦૦ રૂપિયા હતો.

સંજયભાઈએ જણાવ્યું કે, મેં કોઈ દિવસ પૈસા ને મહત્વ નથી આપ્યું મારો એકજ નિયમ છે કે “જે કામ કરો તેમાં પોતાના ૧૦૦% આપશો તો અચૂક ૧૦૦% સફળતા મળશે” હું રાત દિવસ સખત મહેનત કરતો હતો. ત્યારબાદ ગુજરાતમાં અનેક મોટી કંપનીઓ સાથે જોડાયો. તે ઉપરાંત જેટલા પણ મોટા ઇવેન્ટમાં લાઈટીંગ તેમજ સાઉન્ડ ની વ્યવસ્થામાં પ્રેક્ટીકલ અનુભવ મેળવ્યો, તેમાં સ્વામીનારાયણના મંદિર, પ્રદર્સન તેમજ ગવર્ન્મેન્ટના ઇવેન્ટમાં ખુબજ શીખવા મળ્યું.

સંજયભાઈએ જણાવ્યુ કે, મારા પરિવારે મને સખત સપોર્ટ કર્યો અને માતાપિતાએ પોતાનો ધંધો શરુ કરવા કહ્યું. અને ત્યારબાદ મેં નાની દુકાન ભાડે લઇ “દર્શીલ ઈલેક્ટ્રીકલ” નામથી થોડીઘણી મૂડીથી પોતાનો ધંધો શરુ કર્યો. ધંધો ચાલુ કર્યાના પહેલાજ દિવસે ગોધરાકાંડ થયું અને કર્ફ્યું લાગી ગયો તે સમયગાળા દરમિયાન મારો ધંધો ૨ મહિના સુધી બંધ રહ્યો. તોપણ મેં હિંમત ન હારી અને મેં મારી મહેનત ચાલુ રાખી. ગોધરા કાંડ દરમિયાન મેં ઘરે થી ધંધો ચાલુ રાખ્યો અને તે સમય ગાળા દરમિયાન માર્કેટમાં મારું નામ બનાવ્યું અને ત્યાર બાદ બીજી દુકાન પણ કરી ત્યાર પછી એક મિત્ર દુબઈથી આવ્યો અને તેણે મને દુબઈ આવવા કહ્યું અને એજ મારી લાઈફનો ટર્નીંગ પોઈન્ટ સાબિત થયો. દુબઈ ગયા પછી મેં ત્યાં એન્જીનીયર તરીકે નોકરી શરુ કરી ત્યાં અલગ અલગ દેશના એન્જીનીયરો સાથે કામ કરવાની તક મળી અને તે ઉપરાંત મારો પ્રથમ પ્રોજેક્ટ માટે મને ઈરાન જવાની પણ તક મળી.

સંજય ભાઈ દાવડા ૨૨ થી પણ વધારે દેશમાં કામ કરી ચુક્યા છે અને હાલ પણ તે કેટલાક દેશમાં પોતાનો વ્યવસાય કરે છે. સંજય ભાઈએ ઘણી બધી કંપની સાથે કામ કર્યું અને ઘણીબધી કંપનીઓના માલિકો પણ તેમના કામ થી ખુબજ પ્રભાવિત થયા છે. તેમણે ફ્રી લાન્સિંગનો પ્રથમ પ્રોજેક્ટ સાઉથ સુદાનમાં કર્યો હતો ત્યારપછી તેમને ઈલેક્ટ્રીકલ પેનલ બનાવવાનો વિચાર આવ્યો  તેમણે એક કંપની સાથે મળીને જાતે ડીઝાઇન કરીને જાતે જ ઇલેક્ટ્રિક પેનલ બનાવી હતી. સંજયભાઈએ CTM પાસે ૨૦૧૨-૧૩માં એક નાનકડી દુકાન ભાડે લઇ “દર્શીલ ઓટોમેશન કંટ્રોલ એન્ડ સર્વિસ” નામની કંપનીની શરુઆત કરી અને તેમનો પહેલો કર્મચારી દિવ્યાંગ હતો. ૨ મહિના સુધી કોઈ કામ ના મળ્યું પરંતુ ધીરજ રાખતા અને જ્યાંથી તેઓએ નોકરી છોડી ત્યાંથી તેમને પહેલો પ્રોજેક્ટ મળ્યો.

કોરોના મહામારી દરમિયાન સંજયભાઈ દાવડાએ R.O પ્લાન્ટની બોડીમાંથી ઓટો સેનીટાઈઝરના મશીન બનાવવાનું શરુ કર્યું. તેમને કામ કરવાનો ખુબજ શોખ છે અને તેથીજ કોરોના મહામારી દરમિયાન નિસ્વાર્થ ભાવે ઓટો સેનીટાઈઝરના મશીન બનાવ્યા હતા. સંજય ભાઈ દાવડાએ વધુમાં જણાવ્યું હતુકે, જે ક્ષેત્ર માં તમને રસ છે એજ ક્ષેત્ર માં તમે આગળ વધો. સંજય ભાઈને વાંસળી વગાડવાનો શોખ છે. તેઓએ જાતેજ વાંસળી વગાડતા શીખ્યા અને તે ઉપરાંત અત્યારે હાલ પણ ક્લાસિકલ સંગીત શીખે છે.

“વિશ્વ સમાચાર” પરિવાર તરફથી સંજયભાઈ અને તેમની ટીમને ભવિષ્યના વિઝન માટે ખુબ-ખુબ શુભકામનાઓ.

Company name : Darshil Automation Control and Services

Owner Name : Sanjay Bhai D. Davda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *