ગુજરાતના જિલ્લાઓમાં હાઇવે પર આવેલી 250થી વધારે હોટલો અને રેસ્ટોરન્ટ પર રાજ્યના તોલમાપ વિભાગના કર્મચારીઓએ સામૂહિક દરોડા પાડયા હતા. આ દરોડા દરમ્યાન સંચાલકો સામે 100 કેસ દાખલ કરવામાં આવ્યા છે.
રાજ્યના તોલમાપ વિભાગના વડા નિયંત્રક, કાનૂની માપ વિજ્ઞાાન અને ગ્રાહક સુરક્ષા વિભાગ તરફથી અમદાવાદ અને ગાંધીનગરની હોટલોમાં ગ્રાહકો પાસેથી પેકીંગ ચીજવસ્તુઓમાં છાપેલી કિંમત કરતાં વધુ ભાવ લેતા હોવાની ફરિયાદોના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.
સરકારે જાહેરનામું બહાર પાડયું હોવા છતાં હોટલો અને રેસ્ટોરન્ટમાં વધુ ભાવ લેવાની અને ઓછું વજન આપવાની સંખ્યાબંધ ફરિયાદો મળતાં વિભાગે જિલ્લાઓમાં દરોડા પાડવાની કાર્યવાહી શરૂ કરી છે. આજે હાઇવે પર આવેલી હોટલોમાં દરોડા પાડયા હતા. રાજ્યમાં 250 જેટલી હોટલો પાસેથી પ્રોસીક્યુશન કેસ કરીને ત્રણ લાખ રૂપિયા વસૂલ કરવામાં આવ્યા છે.