વીઓઆઇપી નેટવર્કનું સેટઅપ પુનામાં રહેતા એક વિદેશી વ્યક્તિએ ગોઠવી આપ્યું હતું. આ નેટવર્ક પરથી પાકિસ્તાન, બાગ્લાદેશ અને યુએઇ સહિતના દેશોમાંથી હજારોની સંખ્યામાંઇન્ટરનેશનલ કોલ આવતા હતા. જેને લોકલ જીએસએમ નેટવર્ક પર ડાયવર્ટ કરાયા હતા. જેથી પોલીસે આતંકી કનેકશનની આશંકાને આધારે તપાસ શરૂ કરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાંચના અિધકારીઓને બે દિવસ પહેલા ઇનપુટ મળ્યા હતા કે સી જી રોડ પર આવેલા સમુદ્ર કોમ્પ્લેક્સમાં એક ઓફિસમાં કોલ સેન્ટરની આડમાં વીઓઆઇપી કોલને લોકલ કોલમાં ડાયવર્ટ કરવાનું નેટવર્ક મોટા પ્રમાણમાં ચાલી રહ્યું છે. પરંતુ, કોલ સેન્ટરનો સંચાલક એક ચોક્કસ સોફ્ટવેરની મદદથી આ નેટવર્કને ચલાવી રહ્યો હોવાથી તેને પકડવો મુશ્કેલ બની રહ્યું છે.
જેથી ક્રાઇમ બ્રાંચના અિધકારીઓએ ટેલિકોમ સેક્ટરના નિષ્ણાંત અિધકારીઓને સાથે રાખીને દરોડો પાડયો હતો. જેમાં પ્રાથમિક રીતે સામાન્ય કોલ સેન્ટર જેવા લાગતી ઓફિસમાં તપાસ કરતા એક સાથે એક હજાર કોલ થઇ શકે તેવી લાઇન મળી આવી હતી.આ લાઇનના સર્વરમાં એક વર્ચ્યુલ મશીન મળી આવ્યું હતું.
જેને એની ડેસ્ક સોફ્ટવેર મારફતે ઓપરેટ કરીને માઇક્રોટેક ક્લાઉટ કોર નામના રાઉટરની મદદથી વિદેશથી આવતા તમામ કોલને જીએસએમ નેટવર્ક પર ડાયવર્ટ કરવામાં આવતા હતા. આ અંગે ઓફિસના સંચાલક તબરેઝ કટારિયા (રહે. સરખેજ)એ શરૂઆતમાં સામાન્ય કોલ સેન્ટરનું સોફ્ટવેર હોવાનું કહીને કોઇ માહિતી આપવાનો ઇન્કાર કરી દીધો હતો. પંરતુ, બાદમાં તેણે ખુલાસો કર્યો હતો કે કોલ સેન્ટરની આડમાં વીઓઆઇપી નેટવર્ક ચલાવતો હતો.
આ માટેનું સોફ્ટવેર સેટઅપ પુનામાં આવેલા મોંહમદવાડી સિૃથત સ્વાતિ સેરેનીટીમાં રહેતા ડ્વાઇન માઇકલ પરેરા ઉર્ફે ટોની નામના વ્યક્તિએ ગોઠવી આપ્યું હતું અને તે પુનાથી આ સોફ્ટવેરને ઓપરેટ કરતો હતો. પોલીસે આ અંગે તબરેઝ અન ડ્વાઇન માઇકલ પરેરા વિરૂદ્ધ આઇપીસી અને ધ ઇન્ડિયન ટેલિગ્રાફની એક્ટ મુજબ ગુનો નોંધીને તબરેઝની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે.
300 SIP લાઇનમાં ત્રણ હજાર લોકલ નંબર મેળવાયા હતા
પોલીસે જ્યારે દરોડા પાડયો ત્યારે કોસ્મેટીક કંપનીનું સામાન્ય કોલ સેન્ટર હોય તેવી વ્યવસૃથા ગોઠવવામાં આવી હતી પરંતુ, SIP લાઇનમાં તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. કારણ કે એક સીપ લાઇન દીઠ ત્રણ નંબર મળતા હોય છે.
પરંતુ, તબરેઝે 300 લાઇન લઇને ત્રણલોકલ જીએસએમ નંબર મેળવ્યા હતા. જેમાં ઇન્ટરનેશનલ કોલ આવતા જ તે સીપલાઇનની મદદથી જીએસએમ નેટવર્કમાં ડાયવર્ટ થઇ જતા હતા. આ માટે વિદેશથી વીઓઆઇપીના પાયલોટ નંબર પર કોલ કરવામાં આવે ત્યારે તે કોઇપણ ફ્રી સીપ લાઇનની મદદથી લોકલ કોલમા ંડાયવર્ટ થઇ જતા હોય છે.
પોલીસને11 દિવસમાં જ 12.46 લાખ જેટલા કોલલોગ મળ્યા
ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ અને સાયબર એક્સપર્ટે જણાવ્યું કે સી જી રોડ પરથી ઝડપાયેલુ નેટવર્ક ગુજરાતનું અત્યાર સુધીનું સૌથી મોટુ નેટવર્ક છે કે જેમાં લાખોની નહી પણ કરોડોની સંખ્યામાં કોલ લોકલ નંબરમાં ડાયવર્ટ કરાયા હતા.
પોલીસે તપાસ કરતા તબરેઝના વીઓિઆઇપીના 11 દિવસના કોલ લોગ મળી આવ્યા હતા. જેમાં 11 દિવસના ટુંકા સમયગાળામાં કુલ 12.46 લાખ કોલ ભારતમાં લોકલ કોલમા ંડાયવર્ટ કરાયા હતા.જેથી તેણે લાખોની નહી પણ કરોડોની સંખ્યાંમાં ઇન્ટરનેશનલ કોલને લોકલ કોલમાં ટ્રાન્સફર કર્યા હતા.
યુએઇ અને ગલ્ફ દેશો ઉપરાંત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળથી આ તમામ આંતરરાષ્ટ્રીય કોલ આવ્યા હોવાથી પોલીસને આતંકી કનેકશનની પણ આશંકા છે. ગલ્ફ દેશોમાં મોબાઇલ એપ્લીકેશનની મદદથી કોલ કરવા પર પ્રતિબંધ હોવાથી આંતરરાષ્ટ્રીય કોલ મોંઘા પડતા હોવાને કારણે ત્યાંના સૃથાનિક લોકો વીઓઆઇપીની મદદથી કોલ કરતા પણ લાખોની સંખ્યામાં થતા કોલ પોલીસ માટે તપાસનો વિષય છે.