વારાણસીઃ કોંગ્રેસ કાર્યાલયને ગુલાબી રંગ લગાવતા ભારે વિવાદ, કોંગ્રેસે આપી આંદોલનની ચીમકી

વારાણસીમાં મસ્જિદ બાદ હવે કોંગ્રેસના કાર્યાલયને પણ ગુલાબી રંગથી રંગતા ભારે વિવાદ સર્જાયો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ૧૩ ડિસેમ્બરના રોજ વિશ્વનાથ ધામનુ લોકાર્પણ કરવાના વારાણસી આવવાના છે. આ પહેલા વિશ્વનાથ મંદિર તરફ જતા રસ્તા પર કલરકામ થઈ રહ્યુ છે અને એકસમાનતા માટે તમામ ઈમારતોને ગુલાબી રંગથી કલર કરવામાં આવી રહ્યો છે. આપને જણાવી દઈએ કે  ૫.૨૭ લાખ સ્કેવરફૂટમાં ફેલાયેલો કાશી વિશ્વનાથ પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે જેનું કામ પૂર્ણ થઈ ગયુ છે.

આ દરમિયાન દરમિયાન કોંગ્રેસના કાર્યાલયને પણ ગુલાબી રંગથી રંગી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે.કોંગ્રેસે રંગ હટાવવા માટે ૩૬ કલાકનો આખરી પ્રસ્તાવ આપીને આંદોલનની ચીમકી આપી છે. આપને જણાવી દઈએ કે આ પહેલા રસ્તામાં આવતી મસ્જિદને પણ ગુલાબી રંગ કરાયો હતો અને તેની સામે મુસ્લિમોએ વાંધો ઉઠાવતા મસ્જિદને ફરી તંત્ર દ્વારા સફેદ રંગ કરવામાં આવ્યો હતો.

હાલ વારાસણીમાં કાશી વિશ્વનાથ કોરિડોરના લોકાર્પણની તૈયારીઓ ચાલી રહી છે. તે દરમિયાન કોંગ્રેસે તાજેતરમાં જણાવ્યું કે, કોરિડોરના નિર્માણ દરમિયાન ઘણી પૌરાણિક વસ્તુઓને ધ્વસ્ત કરવામાં આવી છે.ભાજપને લાગે છે કે, રાજકીય માર્કેટિંગ કરીને વારાણસીના લોકોને ભ્રમિત કરી શકાશે પણ કોરિડોરના નામે બંને તરફ મોલ બનાવીને લોકોને પ્રભાવિત નહીં કરી શકાય.કાશીના લોકો આ પ્રકારના બાંધકામથી દુખી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *