અમદાવાદમાં ઉજાલા સર્કલ પાસે ટ્રાવેલ્સના ફેરા મારતા ડ્રાઇવરો પાસેથી નાણાંની ઉઘરાણી કરતા પાંચ વ્યક્તિઓને સરખેજ પોલીસે ઝડપી લીધા છે. ઉપરાંત અન્ય શખ્સોની પોલીસે તપાસ હાથ ધરી છે.
ઉજાલા સર્કલ પાસેથી ટ્રાવેલ્સના ફેરા મારતી વખતે રોડ પર ઊભા રહેવાની બાબતે એક ગાડી દીઠ ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની માંગણી કરી વિસ્તારના અસામાજિક તત્વો દ્વારા આ રૂપિયાની ઉઘરાણી કરવામાં આવી રહી છે થોડા દિવસ અગાઉ આ બાબતે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સરખેજ પોલીસે કુલ ૮ લોકો વિરોધ ગુનો દાખલ કર્યો છે જેમાંથી હાલ ૫ લોકોની ધરપકડ કરી લીધી છે.તેમાંથી એક આરોપી સંજય ભરવાડ ઉર્ફે માસ્ટર જે પોતે સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. અને આવી ગુંડાગીરી પણ કરે છે.
ઉજાલા સર્કલ પાસે ઉભી રહેતી ઇકો ગાડીના ડ્રાઈવર પાસેથી પેસેન્જર દીઠ ૧૦ રૂપિયા અથવા તો એક ગાડીના ૧૦૦ થી ૨૦૦ રૂપિયાની આ ટોળકી દ્વારા ઉઘરાણી કરવામાં આવતી હતી. ત્રાસી ગયેલા ટ્રાવેલ્સ ચાલકોએ સરખેજ પોલીસ સ્ટેશનમાં સમગ્ર બાબતની ફરિયાદ કરી અને સરખેજ પોલીસે છટકું ગોઠવીને ઈકો ગાડીમાં પોલીસ કર્મીઓ ડ્રાઇવર વેશમાં ઉજાલા સર્કલ પાસે ફેરા મારવા માટે ઉભા રહ્યા, અને ડ્રાઇવરના સ્વાંગમાં આવેલા પોલીસ કર્મચારીઓ પાસે આ અસામાજિક તત્ત્વોએ રૂપિયાની માંગણી કરી અને ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા હતા.