હવે બે જ કલાકમાં જાણી શકશો કે તમને ઓમિક્રોન છે કે નહીં : ICMRએ બનાવી ફાસ્ટ RT-PCR કીટ

કોઈ વ્યક્તિ કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે નહીં, તેના ટેસ્ટિંગ માટે આસામના વૈજ્ઞાનિકે કીટ બનાવી છે. આ કીટ દ્વારા માત્ર બે કલાકની અંદર જ ઓમિક્રોનના સંક્રમણની ઓળખ થઈ શકશે. આ કીટ સંપૂર્ણ પણે મેડ ઇન ઈન્ડિયા છે. તેમાં તપાસ માટે હાઈડ્રોલિસિસ આરટી-પીસીઆર સિસ્ટમ આપનાવવામાં આવી છે.

આસામના ડિબ્રુગઢ ICMR-RMRC (પ્રાદેશિક તબીબી સંશોધન કેન્દ્ર)એ એવી ટેસ્ટિંગ કીટ ડેવલપ કરી છે જે માત્ર બે કલાકમાં ક ઓમિક્રોન વેરિયન્ટની હાજરી હોવાની જાણકારી આપશે. અહીંના ડોકટર વિશ્વ બોરકોટોકીએ આ કીટને વિકસિત કરી છે. ડો. બોરકોટોકી અને ICMRની પ્રાદેશિક ટીમે રિયલ ટાઈમ આરટી-પીસીઆર ટેસ્ટ કીટ તૈયાર કરી છે. આ ટેસ્ટિંગ કીટથી સમય પણ બચે છે અને એરપોર્ટ માટે જરૂરી ઉપયોગી સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *