પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં એક મહિલાએ અરજી કરી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે મારા અને પતિ બન્ને વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદને પગલે પતિએ 2017માં ભટિંડાની ફેમેલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી પણ કરી છે.
આ દરમિયાન પતિએ પોતાના પુરાવા તરીકે મારી સાથેની ફોન પરની વાતચીત પણ સામેલ કરી છે. ફેમેલી કોર્ટે આ કોલ રેકોર્ડનો સ્વિકાર પણ કરી લીધો જ્યારે હકિકતમાં નિયમો મુજબ તે યોગ્ય નથી. જ્યારે પતિ તરફથી કોર્ટમાં એવી દલીલ કરવામાં આવી કે મારે એ સાબિત કરવું હતું કે મારી પત્ની ક્રૂર છે અને કોલ રેકોર્ડિંગ તેનો એક પુરાવો છે.
જોકે હાઇકોર્ટે પતિની દલીલોને નકારી હતી અને કહ્યું હતું કે પત્નીની છાપ ખરાબ કરવા માટે તેના કોલનું રેકોર્ડિંગ કરવું અયોગ્ય છે અને તેનાથી પત્નીને મળેલા પ્રાઇવેસીના અિધકારોનું પણ ઉલ્લંઘન થાય છે. બાદમાં કોર્ટે ફેમેલી કોર્ટને આદેશ આપ્યો કે તે આ સમગ્ર મામલામાં કોલ રેકોર્ડિંગને પુરાવા તરીકે સામેલ ન કરે.
પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે પોતાના એક ચુકાદામાં સ્પષ્ટતા કરી છે કે પત્નીની નકારાત્મક છાપ ઉભી કરવા માટે તેની અનુમતી વગર પતિ તેના મોબાઇલનો કોલ રેકોર્ડ ન કરી શકે. જો રેકોર્ડિંગ કરવામાં આવે તો પત્નીને મળેલા પ્રાઇવેસીના અિધકારોનું ઉલ્લંઘન ગણાશે અને જે બદલ પતિને દંડ આૃથવા સજા પણ કાયદાની જોગવાઇ મુજબ થઇ શકે છે.